મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર ! BMC સીરો સર્વમાં 85 ટકાથી વધુ વસ્તીમાં કોવિડ -19 એન્ટિબોડીઝ હોવાનું આવ્યુ સામે

તાજેતરમાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પરેશન (Bombay Municipal Corporation) દ્વારા એક સીરો સર્વે કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટમાં 85 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ જોવા મળી છે.

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર ! BMC સીરો સર્વમાં 85 ટકાથી વધુ વસ્તીમાં કોવિડ -19 એન્ટિબોડીઝ હોવાનું આવ્યુ સામે
File Image

Maharashtra : મુંબઈમાં BMC દ્વારા ઓગસ્ટ મહિનામાં શહેરમાં સીરો સર્વે (Sero Survey) હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે કરાયેલા 8,674 લોકોમાંથી 86.64 ટકા લોકો કોવિડ -19 સામે એન્ટિબોડીઝ ધરાવે તેવું તારણ મળ્યુ છે. આ વર્ષે માર્ચ મહિનામાં હાથ ધરાયેલા ત્રીજા સીરો સર્વે કરતાં કોવિડ -19 સામે એન્ટિબોડીઝમાં (Antibodies) નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

8,674 લોકોને આવરી લેતા તાજેતરના સર્વેમાં ઝૂંપડપટ્ટીઓમાં 87.02 ટકા અને બિન-ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 86.22 ટકાનો સીરો પોઝિટિવિટી રેટ જોવા મળ્યો છે. શહેરમાં ઝૂંપડપટ્ટી અને બિન-ઝૂંપડપટ્ટીની વસ્તીની સીરો પોઝિટિવિટી રેટમાં (Positivity Rate) પ્રથમ વખત તફાવત જોવા મળ્યો છે.

માર્ચમાં કરવામાં આવેલ છેલ્લો સીરો સર્વેની સરખામણીમાં કોવિડ-19 સામે એન્ટીબોડીઝ વધુ જોવા મળી 

આ વર્ષે માર્ચમાં કરવામાં આવેલ છેલ્લો સીરો સર્વેમાં ઝૂંપડપટ્ટીઓમાં 41.6 ટકા અને બિન-ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 28.5 ટકા કોવિડ-19 સામે એન્ટીબોડીઝ જોવા મળી છે. એકંદરે પાંચમા સર્વે (Fifth Sero Survey) મુજબ શહેરમાં ઝૂંપડપટ્ટી અને બિન-ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોવિડ-19 સામે એન્ટીબોડીઝ વધુ જોવા મળી છે.

સામૂહિક રસીકરણ કાર્યક્રમને કારણે એન્ટિબોડીઝ વધવાની અપેક્ષા હતી

આ સીરો સર્વેમાં રસીકરણ કરાયેલી વસ્તીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સામૂહિક રસીકરણ કાર્યક્રમને કારણે BMC ને આ સર્વેક્ષણમાં કેન્દ્ર દીઠ એન્ટિબોડીઝ (Covid-19 Antibodies) વધવાની અપેક્ષા હતી. સર્વેમાં જાણવા મળ્યું છે કે આંશિક અને સંપૂર્ણ રસી લેનારાઓમાં સીરો-વ્યાપ 90.26 ટકા છે, જ્યારે કોવિડ -19 રસી ન લેનારાઓમાં સીરો-વ્યાપ 79.86 ટકા સામે આવ્યો છે.

એન્ટિબોડીઝનું સ્તર વધ્યુ છતા નાગરિકોએ કોવિડ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવુ જરૂરી

બીએમસીના નાયબ કાર્યકારી આરોગ્ય અધિકારી (Health Officer) ડો. દક્ષા શાહે જણાવ્યું હતુ કે, “સીરોનો વ્યાપ 86.64 ટકા જોવા મળ્યો છે, પરંતુ ચેપના એક મહિના પછી એન્ટિબોડીઝનું સ્તર ઘટવાનું શરૂ થાય છે. તેથી નાગરિકોએ ખુશ ન થવું જોઈએ અને તેમણે કોવિડ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવુ જોઈએ.

બિન ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સીરો સર્વમાં કોવિડ-19 એન્ટીબોડીઝમાં વધારો જોવા મળ્યો

જુલાઈ 2020 માં કરવામાં આવેલા પ્રથમ સીરો સર્વેના પરિણામો દર્શાવે છે કે બિન ઝૂંપડપટ્ટીઓમાં કોવિડ-19 એન્ટીબોડીઝ 16 ટકા હતું. જ્યારે ઓગસ્ટમાં કરવામાં આવેલા બીજા સર્વેમાં (Second Sero Survey) દર્શાવવામાં આવ્યું હતું કે બિન ઝૂંપડપટ્ટીઓમાં સીરોનો વ્યાપ નજીવો વધીને 18 ટકા થયો છે. ઉપરાંત આ વર્ષે માર્ચમાં બિન ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સીરોનો વ્યાપ 28.5 ટકા જેટલો જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: Ganesh Chaturthi: આઈપીએસના અવતારમાં બાપ્પા! મુંબઈ પોલીસે કર્યું સ્વાગત

આ પણ વાંચો:  Ganesh Utsavના સાતમા દિવસે મુંબઈના લોકોમાં દેખાયો ઉત્સાહ, વિસર્જન કરવામાં આવી 15 હજારથી વધારે મૂર્તિઓ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati