Vaccination in Maharashtra: મહારાષ્ટ્રએ બનાવ્યો નવો રેકોર્ડ! એક દિવસમાં 11 લાખ લોકોનું વેક્સીનેશન

|

Aug 21, 2021 | 11:58 PM

શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 10,96,493 લોકોને રસી આપવામાં આવી હતી. આ રસી લગભગ 5,200 રસી કેન્દ્રો દ્વારા આપવામાં આવી હતી. તેમજ મુંબઈમાં પણ એક દિવસમાં 10 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ એક નવો રેકોર્ડ છે.

Vaccination in Maharashtra: મહારાષ્ટ્રએ બનાવ્યો નવો રેકોર્ડ! એક દિવસમાં 11 લાખ લોકોનું વેક્સીનેશન
File Image

Follow us on

મહારાષ્ટ્રએ શનિવારે (21 ઓગસ્ટ, 2021) ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે સમગ્ર રાજ્યમાં 10 લાખ 96 હજાર લોકોને રસી (Vaccination) આપવામાં આવી હતી. એક દિવસમાં લગભગ 11 લાખ લોકોનું રસીકરણ કરવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા આરોગ્ય વિભાગને અભિનંદન આપવામાં આવ્યા અને તેમના કામની પ્રશંસા પણ કરી. એ જ રીતે મુંબઈમાં પણ એક દિવસમાં 1 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. મુંબઈમાં એક દિવસમાં 1,02,135 લોકોને રસી આપવામાં આવી હતી. આ પણ એક નવો રેકોર્ડ છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક દિવસમાં 10 લાખથી વધુ લોકોને રસી આપી શકાય છે, આ કામ રાજ્યના આરોગ્ય વિભાગે શનિવારે કરીને બતાવ્યું. જ્યારે રાજેશ ટોપેએ જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આનાથી વધુ લોકોને રસી આપવાની ક્ષમતા છે. આ માટે આરોગ્ય વિભાગે સતત પ્રયત્નો કરતાં રહેવું પડશે અને તેની સંપૂર્ણ ક્ષમતાનો સદ્ઉપયોગ કરવો પડશે.

 

સાંજે 7 વાગ્યા સુધી 10,96,493 લોકોને રસી આપવામાં આવી

શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 10,96,493 લોકોને રસી આપવામાં આવી હતી. આ રસી લગભગ 5,200 રસી કેન્દ્રો દ્વારા આપવામાં આવી હતી. મોડી રાત સુધીમાં આ સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં આપવામાં આવેલા ડોઝની સંખ્યા 5 કરોડ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્રએ આ પરાક્રમ કરી બતાવ્યું છે.

 

મહારાષ્ટ્રએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા, નવા રેકોર્ડ બનાવ્યા

આ પહેલા પણ 3 જુલાઈએ મહારાષ્ટ્રએ 8,11,000 લોકોને રસી આપીને રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ 9,64,460 લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે શનિવારે સાંજે 7 વાગ્યા સુધી દિવસ દરમિયાન 10, 96,493 લોકોને આ રસી આપવામાં આવી.  શનિવાર (21 ઓગસ્ટ)ના રસીકરણથી જુના રેકોર્ડ બધા તૂટી ગયા હતા અને એક નવો અને અનોખો રેકોર્ડ સર્જાયો છે.

 

નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે, ત્યારે સરકાર ત્રીજી લહેરને રોકવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ત્રીજી લહેર સામે લડવા માટે વેક્સીનેશન જ મહત્વનું હથિયાર સાબીત થઈ શકે એમ છે. માટે સરકાર વધુમાં વધુ લોકોનું વેક્સીનેશન પુર્ણ થાય તેવા પ્રયત્નો કરી રહી છે.

 

 

આ પણ વાંચો : લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ – સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન

 

આ પણ વાંચો : Maharashtra : ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ

 

Next Article