ઉદ્ધવ ઠાકરેનો સીએમ શિંદે પર વાર, હોસ્પિટલોમાં લોકો મરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં માઓવાદ પર કરી રહ્યા છે ચર્ચા
Mumbai: શિવસેના(UBT) નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓ અને અન્ય દર્દીઓના મોત પર એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકાર પર નિશાન સાધ્યુ, ઠાકરેએ કહ્યુ કે સરકારી હોસ્પિટલોમાં મોત અને દવાઓની અછત અંગે CBI તપાસ થવી જોઈએ.

Mumbai: મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓ અને લોકોના મોત અંગે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સીબીઆઈ તપાસની માગ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં મીડિયાને સંબોધતા જણાવ્યુ કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે મુશ્કેલ સમયમાં તેમણે લોકોના જીવ બચાવ્યા હતા. હવે હોસ્પિટલોમાં લોકો મરી રહ્યા છે, ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે હાલની સરકારમાં આરોગ્યની સ્થિતિ કથળી છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે રાજ્યની સરકારની CBI દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે જણાવ્યુ કે રાજ્યમાં કોઈપણના સમર્થન વિના ભ્રષ્ટાચાર આવી ગયો છે. રાજ્યના નાંદેડ, સંભાજીનગર અને નાગપુરની હોસ્પિટલોમાં નવજાત શિશુઓ અને લોકોના મોત સામે આવ્યા છે. જેને લઈને સરકાર વિપક્ષના નિશાને છે. ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદેનો ઉલ્લેખ કર્યો કે રાજ્યની હોસ્પિટલોમાં લોકો મરી રહ્યા છે અને સીએમ દિલ્હીમાં માઓવાદ અંગે ચર્ચા કરી રહ્યા છે.
” અમારી પાસે એજ ડૉક્ટર, કર્મચારી, એજ વ્યવસ્થા હતા. કોરોના જેવી મહામારીમાં અમે ઘણુ સારુ કામ કર્યુ, પરંતુ અત્યારે સ્થિતિ જુઓ ક્યાં ખોટુ થઈ રહ્યુ છે. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીકા કરતા જણાવ્યુ એકતરફ જ્યારે અહીં લોકો હોસ્પિટલોમાં દવા વિના દમ તોડી રહ્યા છે ત્યારે તેઓ દિલ્હીમાં બેઠા બેઠા માઓવાદ પર ચર્ચા કરી રહ્યા છે. “ –ઉદ્ધવ ઠાકરે, પૂર્વ CM, શિવસેના (UBT) પ્રમુખ
આજે કોઈ સહારો નથી- ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે રાજ્યની હોસ્પિટલોમાં દવાઓ નથી. આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. આજે કોઈ સહારો નથી.નર્યો ભ્રષ્ટાચાર છે. ટેન્ડર પ્રક્રિયા બંધ થઈ ચુકી છે. ઠાકરેએ સવાલ ઉઠાવ્યો કે ગોરેગાંવમાં સવારના પહોંરમાં આગની ઘટના સામે આવી, સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ શું મૃતકોના જીવ પાછા આવી શકશે? ગોવા જઈને ટેબલ પર ડાંસ કરવા માટે પૈસા છે પરંતુ દર્દીઓ માટે પૈસા નથી. ઉદ્ધવ ઠાકરેએ હોસ્પિટલમાં થયેલા મોત અંગેની તપાસ માટે CBI તપાસની માગ કરી
” હાલ કોઈ મહામારી નથી, છતા એ દુ:ખદ સ્થિતિ છે. સરકાર પાસે એમવીએ શાસનને પછાડવા માટે ધારાસભ્યોને ગુજરાત, ગૌહાટી લઈ જવા, વિજ્ઞાપન જાહેર કરવા, મંત્રીઓ અને સાંસદો-ધારાસભ્યોની વિદેશ યાત્રાઓ અને મંત્રીપદો માટે અંદરોઅંદર ઝઘડવા માટે પૈસા છે, પરંતુ ગરીબ દર્દીઓ માટે પૈસા નથી, બંને ડિપ્ટી નાંદેડ જઈને સ્થિતિ જુએ”-ઉદ્ધવ ઠાકરે, પૂર્વ CM, શિવસેના (UBT) પ્રમુખ
“સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતને માત્ર વિજ્ઞાપન પોસ્ટરમાં જ જોઈ શકાય છે. તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. માત્ર નાંદેડ ડીનને દોષિત ઠરાવી કાર્યવાહી કરવામાં આવી. દલબદલુ સાંસદ(પાટીલ) વિરુદ્ધ અત્યાચારની ફરિયાદ નોંધાવી તેને જાણીજોઈને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે ”
NHRCને ફટકારી નોટિસ
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે મહારાષ્ટ્રના નાંદેડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બે સરકારી હોસ્પિટલોમાં 24 કલાકમાં મોટી સંખ્યામાં દર્દીઓના મોત મામલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી ચાર સપ્તાહની અંદર વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. મહારાષ્ટ્રના નાંદે઼ડ જિલ્લાની હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં કુલ 51 મોત થયા છે. જેમા 14 મોત પાંચ ઓક્ટોબરે થયા. આ પહેલા 4 ઓક્ટોબરે 7 અને ત્રણ ઓક્ટોબરે 6 મોત થયા હતા. આ પહેલા 24 કલાકમાં 24 મોત થયા હતા. નાંદેડ બાદ રાજ્યના છત્રપતિ સંભાજીનગર, નાગપુર અને ઠાણેની હોસ્પિટલોમાં મોત થયાનું સામે આવ્યુ હતુ. વિપક્ષે આ મોત મામલે મહાયુતિ સરકારને આડેહાથ લીધી છે તો બીજી તરફ બોમ્બે હાઈકોર્ટે પણ આ મોત પર સુઓમોટો લીધી છે.