Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ પર સાધ્યુ નિશાન, રાજ્યપાલને હટાવવા મહારાષ્ટ્ર બંધના આપ્યા સંકેત
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ આજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં છત્રપતિ શિવાજી મહારાજ પરના વિવાદાસ્પદ નિવેદન બદલ મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની માંગ કરી હતી. આ માંગને લઈને તેમણે 'મહારાષ્ટ્ર બંધ'નો સંકેત આપ્યો હતો.
શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે (24 નવેમ્બર, ગુરુવાર) તેમની પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સામે મોરચો ખોલ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ તાત્કાલિક રાજ્યપાલને હટાવવાની માગ કરી નહીં તો બે-ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં મોટુ આંદોલન શરૂ થવા જઈ રહ્યુ છે. રાજ્યપાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે એવુ કહેવામાં આવ્યુ હતુ કે શિવાજી મહારાજ તો જૂના આદર્શ છે. તેમના આ નિવેદન બાદ વિવાદ થયો હતો. આ નિવેદન પર ઉદ્ધવ ઠાકરે પણ ભડક્યા છે. તેમણે કર્ણાટકના સીએમ દ્વારા મહારાષ્ટ્રના વિસ્તારો પર દાવો કરવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યા પછી સતત મહારાષ્ટ્રનું જે અપમાન થઈ રહ્યુ છે તેની પાછળ કોણ છે તે શોધવાની જરૂર છે. આજે ફરી કર્ણાટકના સીએમએ મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. તેના શરીરમાં ભૂત ઉતરી આવ્યુ છે. આમ છતાં ઢીલો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસે કહ્યું છે કે આ દેશમાં ટીએન શેષન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરને લાવવાની જરૂર છે, જે દબાણ સામે ના ઝુકે. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂકની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ તેમ જણાવાયું હતું. આ સાથે અમારી એક વધુ માંગ છે. રાજ્યપાલની નિમણૂક માટે પણ વ્યવસ્થિત અને નિશ્ચિત પ્રક્રિયા હોવી જોઈએ. આ પદની ગરિમા છે. રાજ્યપાલની નિમણૂક માટે આને લગતી લાયકાત નક્કી કરવી જોઈએ.
કંઈક કરવું પડશે, એમેઝોન પરથી કોશ્યારી નામનું પાર્સલ પાછું મોકલવું પડશે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સાથે સતત થઈ રહેલા અપમાન પર હવે સ્ટેન્ડ લેવાની જરૂર છે. બે-ચાર દિવસમાં ગવર્નરનું પાર્સલ જે એમેઝોનથી આવ્યું છે તે પાછું મોકલવું પડશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘રાજ્યપાલે છત્રપતિ શિવાજી મહારાજ પર વાંધાજનક નિવેદન આપ્યું. તેમણે શિવાજી મહારાજને જૂના આદર્શ ગણાવ્યા છે. બાપ બાપ હોય છે, તે જૂના અને નવા નથી હોતા. તેણે સાવિત્રીબાઈ ફુલે પર પણ વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેઓ મહારાષ્ટ્રની અસ્મિતા સાથે રમત રમી રહ્યા છે. મુંબઈ અને થાણે વિશે પણ આવા જ વિવાદાસ્પદ નિવેદનો આપીને તેમણે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનના શહીદોની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈમાંથી જો ગુજરાત અને રાજસ્થાનના લોકો ચાલ્યા જશે તો શું બચશે ?
મહારાષ્ટ્રનું અપમાન વારંવાર સ્વીકાર્ય નહીં, આગામી બે દિવસ રાહ જુઓ
હવે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ છત્રપતિ શિવાજી મહારાજ પર અપમાનજનક નિવેદન આપ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજે અને ઉદયન રાજેએ માફીની માગ કરી છે. શરદ પવારે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે, આ જ સમય છે કે મહારાષ્ટ્રના તમામ વર્ગો અને પાર્ટીઓને આહ્વાન કરુ છુ કે આગામી બે દિવસમાં એક થઈએ અને રાજ્યપાલને હટાવીએ. આંદોલન કર્યા વિના નહીં ચાલે, સ્લીપ ઓફ ટંગ એટલે કે જીભ એકાદ વાર લપસે વારંવાર નહીં.
ગુજરાતમાં મતદાન, મહારાષ્ટ્રમાં રજા? કાલે પાકિસ્તાનમાં ચૂંટણી થશે, ત્યારે પણ આ સરકાર આવું જ કરશે?
આપણે ત્યાં તો મુખ્યમંત્રી એવા છે જાણે ઓળખો કોણ? તે છે કે નહીં તે પણ ખબર નથી પડતી. તેમને કોઈ કરોડરજ્જુ નથી. તેઓ લાચાર સીએમ છે. તેમને મનમાં આવી લાગણી પણ નથી કે તે મહારાષ્ટ્રના સીએમ છે. તેઓ તો દિલ્હીવાસીઓની કૃપાથી મુખ્યમંત્રી બન્યા છે. આ મહારાષ્ટ્રની સરકાર છે કે ગુજરાતની સરકાર. ગુજરાતમાં ચૂંટણી છે તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રજા જાહેર કરવામાં આવી છે.
કાલે પાકિસ્તાનમાં ચૂંટણીઓ હશે તો શું અહીં રજા જાહેર કરવામાં આવશે?
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર દ્વારા બંધારણીય સંસ્થાઓને સતત નબળી પાડવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું ‘આપણા કાયદા પ્રધાન કિરન રિજિજુએ ન્યાયતંત્રની નિમણૂકની કોલેજિયમ પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જજોની નિમણૂકનો અધિકાર વડાપ્રધાનના હાથમાં હોવો જોઈએ. આ હવે ઘણુ વધી રહ્યુ છે. બહુ દૂર જઈ રહ્યું છે. એક પછી એક બંધારણીય સંસ્થાઓને સરકારના નિયંત્રણમાં લાવવામાં આવી રહી છે.