મેરે પાસ કાર હૈ, બંગલા હૈ, બેંક બેલેન્સ હે…ઉદ્ધવ ઠાકરેને કેમ યાદ આવ્યો અમિતાભ બચ્ચનની ફિલ્મનો ડાયલોગ ?
વિપક્ષી જૂથ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જેમણે દગો કર્યો છે તેમને હું ક્યારેય પાછા નહીં લઉં. દરેક વ્યક્તિ જાણે છે કે જેટલો પ્રેમ તેમની પાર્ટીમાં જોવા મળે છે તેટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. અમારી આ લડાઈ ઘણી લાંબી છે અને અમારી સામે દગાબાજ લોકો છે.

શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર વિપક્ષી જૂથ પર પ્રહારો કર્યા છે. વિપક્ષી જૂથ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જેમણે દગો કર્યો છે તેમને હું ક્યારેય પાછા નહીં લઉં. દરેક વ્યક્તિ જાણે છે કે જેટલો પ્રેમ તેમની પાર્ટીમાં જોવા મળે છે તેટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. અમારી આ લડાઈ ઘણી લાંબી છે અને અમારી સામે દગાબાજ લોકો છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે લોકો કહે છે મેરે પાસ કાર હે, બંગલા હે, બેંક બેલેન્સ હે…તમારી પાસે શું છે ? હું કહું છું મારી પાસે મારા શિવસૈનિકોનો પ્રેમ છે, તેમનો સંકલ્પ અને તેમની હિંમત છે. આ દરમિયાન તેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ મામલે કોર્ટને આદેશ આપવામાં 35 વર્ષ લાગ્યા છે. રામ સૌના છે, કોઈ એકના નથી.
રાજેન્દ્ર દેવેન્દ્ર વાનખેડે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પરત ફર્યા
રવિવારે મુંબઈની બાજુમાં આવેલા ઉલ્હાસ નગરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર દેવેન્દ્ર વાનખેડે તેમના હજારો કાર્યકરો સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાયા હતા. રાજેન્દ્રએ પોતાની રાજનીતિની શરૂઆત શિવસેનામાંથી કરી હતી અને હવે તેઓ ફરી એકવાર પાર્ટીમાં પાછા ફર્યા છે. રાજેન્દ્ર શિવસેનામાં જોડાયા ત્યારે ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું રાજેશ અને તેમના કાર્યકરોને આવકારું છું.
હું દેશદ્રોહીઓને પાર્ટીમાં પાછા નહીં લઉં : ઉદ્ધવ ઠાકરે
આ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ મારી સાથે દગો કર્યો છે તેમને હું ક્યારેય પાછા લેવાનો નથી. આ વાત બધા જાણે છે અને રાજેન્દ્રએ પોતે કહ્યું કે તે શિવસૈનિક હતો અને હજુ પણ છે. તે ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની ફિલ્મનો એક ડાયલોગ બોલ્યો અને કહ્યું કે મારી પાસે શિવસૈનિકોનો પ્રેમ અને હિંમત છે.
આ પણ વાંચો મહારાષ્ટ્ર : સોલાપુરમાં આગ લગાવી, પથ્થરમારો… બબાલ, ભાજપના ધારાસભ્ય સામે કેસ નોંધાયો
