ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે જોવા મળ્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જુની થવાના એંધાણ?
લાંબા સમયથી યુબીટી ગ્રુપ જ્યારે પુરી રીતે શિવસેના એક હતી, ત્યારથી કાર્યકર્તા બંને ભાઈઓને એક સાથે આવવાની અપીલ કરી રહ્યા છે. રાજ ઠાકરે તરફથી એવી વાત આવી હતી કે ઉદ્ધવ ઠાકરેએ તેમનો ફોન ના ઉઠાવ્યો,

શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેની હાજરીમાં જ શિવસેનાના વારસ તરીકે શરૂ થયેલા મતભેદ પછી ભાગ્યે જ કોઈ એવો અવસર હશે, જ્યારે રાજ ઠાકરેએ માતોશ્રી અને શિવસેના છોડ્યા બાદ બંને ભાઈ એક સાથે નજરે આવ્યા હોય પણ શુક્રવારે મુંબઈના દાદરમાં એક કાર્યક્રમમાં બંને ભાઈઓ તેમની પત્નીઓ સાથે જોવા મળ્યા. જો કે આ કાર્યક્રમ રાજ ઠાકરેના ભાણીયાની સગાઈનો હતો.
જેમાં રાજ ઠાકરેની સાથે સાથે ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની હાજરી હોય તેવી જગ્યાએ જવાથી બચતા રહે છે પણ દાદરમાં આયોજિત આ પરિવારના પ્રસંગમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે નજરે આવ્યા અને સાથે તેમની પત્નીઓ પણ એક સાથે જોવા મળી.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ધારાવી પ્રોજેક્ટને લઈ એક બીજા પર પ્રહારો કર્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓમાં વિવાદ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજે UBT ગ્રુપ દ્વારા ધારાવી પ્રોજેક્ટ સામે મોર્ચો કાઢવા પર ઉદ્ધવ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે સેટલમેન્ટ ના થઈ શક્યું કે શું? રાજ ઠાકરેના આ નિવેદન બાદ ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપતા કહ્યું કે તેમને ખબર પડી રહી નથી કે અદાણીના ચમચા કોણ છે?
એક સાથે જોવા મળ્યા ઉદ્ધવ અને રાજ ઠાકરે
બંને ભાઈઓમાં થોડી નિવેદનબાજી બાદ આજે પ્રથમ વખત પરિવારના કાર્યક્રમમાં બંને ભાઈ એક સાથે નજરે આવ્યા પણ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. રાજ ઠાકરે હંમેશાની જેમ જ ગંભીર મુદ્રામાં જોવા મળ્યા અને ઉદ્ધવ ઠાકરે હસતા જોવા મળ્યા.
લાંબા સમયથી યુબીટી ગ્રુપ જ્યારે પુરી રીતે શિવસેના એક હતી, ત્યારથી કાર્યકર્તા બંને ભાઈઓને એક સાથે આવવાની અપીલ કરી રહ્યા છે. રાજ ઠાકરે તરફથી એવી વાત આવી હતી કે ઉદ્ધવ ઠાકરેએ તેમનો ફોન ના ઉઠાવ્યો, જ્યારે તેમને માતોશ્રીમાં ફોન કર્યો હતો પણ ઉદ્ધવ ઠાકરે બાલ ઠાકરેના નિધન બાદ એક સાથે આવવાની વાતને હંમેશા ટાળતા આવ્યા છે.
શું મહારાષ્ટ્રનું રાજકારણ બદલાશે?
વર્તમાન સ્થિતિમાં મહારાષ્ટ્રની તમામ મોટી રાજકીય પાર્ટીઓમાં યુબીટી ગ્રુપની સ્થિતિ સૌથી ખરાબ છે. એકનાથ શિંદેના બળવા પછી શું ઉદ્ધવ પહેલીવાર આવી નમ્રતા દાખવી રહ્યા છે? તેની પાછળ કોઈ રાજકીય કારણ પણ હોઈ શકે છે. આ અંગે કાર્યકરો અટકળો લગાવી રહ્યા છે. શિવસેના ભલે તુટી ગઈ હોય પણ એક વોટર ઉદ્ધવની સાથે છે. સાથે જ રાજ ઠાકરે પણ ભલે જીતવાની સ્થિતિમાં નથી પણ તેમની પણ એક અલગ વોટ બેન્ક છે, જે ઉદ્ધવની હારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ઉભી કરે છે. ત્યારે જો બંને ભાઈઓ એક સાથે આવે છે તો પાર્ટી નવેસરથી મજબૂત થઈ જશે.
