Salman Khan Threat: મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું- પત્ર પર લખ્યુ ‘LB’, તપાસ બાદ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી અંગે લેવામાં આવશે નિર્ણય

|

Jun 06, 2022 | 7:12 PM

સલમાન ખાનને (Salman Khan) મળેલી ધમકી અંગે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ (Sanjay Pandey) કહ્યું છે કે પત્ર પર GB અને LB લખેલું છે. લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી અંગેનો નિર્ણય દરેક એંગલથી તપાસ થયા બાદ જ લેવામાં આવશે.

Salman Khan Threat: મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું- પત્ર પર લખ્યુ LB, તપાસ બાદ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી અંગે લેવામાં આવશે નિર્ણય
Salman Khan (File Image)

Follow us on

બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીનો પત્ર મળ્યા બાદ મુંબઈ પોલીસ સતર્ક છે. આ મામલે મુંબઈ પોલીસે (Mumbai Police) અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સલમાન ખાનને મળેલી ધમકી અંગે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કહ્યું છે કે પત્ર પર GB અને LB લખેલું છે. આ ઉપરાંત, જ્યારે તેમને લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે બિશ્નોઈની કસ્ટડી અંગેનો નિર્ણય દરેક એંગલથી તપાસ કર્યા પછી જ લેવામાં આવશે.

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું હતું કે “પોલીસ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને મળેલા ધમકી પત્રને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે અને મામલાની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી, પરંતુ પોલીસ દરેક રીતે આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે પત્ર કેટલો સાચો છે તે એક દિવસમાં કહેવું વહેલું ગણાશે.

સલમાન ખાનના ઘરની બહાર પોલીસ પેટ્રોલિંગ વધાર્યું: પોલીસ કમિશનર

સંજય પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં અમે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલો જેટલો ગંભીર છે તેટલી જ ગંભીરતાથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી કે ધમકી પત્ર નકલી છે કે સાચો.” તેમણે કહ્યું કે અમે સલમાન ખાનના ઘરની બહાર પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. મુંબઈ પોલીસના જવાનોને સલમાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ કેસની તપાસમાં લાગેલી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પિતા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન આ પત્ર મળ્યો હતો

પોલીસે જણાવ્યું હતું કે સલીમ ખાન રવિવારે મોર્નિંગ વોક કર્યા બાદ બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર બેંચ પર બેઠા હતા. તે જ સમયે એક અજાણ્યા વ્યક્તિએ તેમને એક પત્ર આપ્યો, જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. બાદમાં સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

Next Article