લો બોલો, હવે કેરી પણ EMI પર મળશે! વધતી કિંમતોના કારણે વેપારીએ શરૂ કરી સ્કીમ
Mango on EMI: કેરીની તમામ જાતોમાં આલ્ફાન્સો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ તેના ઉત્કૃષ્ટ સ્વાદ અને ઓછા ઉત્પાદનને કારણે તેની કિંમતો ઘણીવાર સામાન્ય લોકોની પહોંચની બહાર રહે છે.
વિશ્વભરમાં પોતાના ખાસ સ્વાદ માટે જાણીતી હાફુસ કેરીના ભાવ આસમાનને આંબી જતા પૂણે સ્થિત એક વેપારીએ ગ્રાહકોને ફળોના રાજાને ખરીદવા માટે સરળ માસિક હપ્તાની અનોખી સુવિધા ઓફર કરી છે. મહારાષ્ટ્રના દેવગઢ અને રત્નાગીરીમાં ઉગાડવામાં આવતી આલ્ફાન્સોને હાફુસ કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરીની તમામ જાતોમાં આલ્ફાન્સો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ તેના ઉત્કૃષ્ટ સ્વાદ અને ઓછા ઉત્પાદનને કારણે તેની કિંમતો ઘણીવાર સામાન્ય લોકોની પહોંચની બહાર રહે છે.
ભાવ પ્રતિ ડઝન રૂપિયા 1,300 સુધી પહોંચી ગયો
આ વર્ષે પણ છૂટક બજારમાં આલ્ફાન્સો કેરી 800થી 1300 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાઈ રહી છે. આવી સ્થિતિમાં આ ખાસ કેરીનો સ્વાદ સામાન્ય લોકો માટે સુલભ બનાવવા માટે એક બિઝનેસમેને અનોખી ઓફર લઈને આવ્યા છે. હવે તે આલ્ફાન્સોને સરળ માસિક હપ્તા પર વેચવા માટે તૈયાર છે એટલે કે કોઈપણ મોંઘી ઈલેક્ટ્રોનિક વસ્તુની જેમ EMI પર વેચવામાં આવશે.
પીટીઆઈના અહેવાલ મુજબ વેપારીએ કહ્યું કે વેચાણ શરૂ થતાંની સાથે જ આલ્ફાન્સોની કિંમતો વધી ગઈ છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જો આલ્ફાન્સોને પણ EMI પર આપવામાં આવે તો દરેક તેનો સ્વાદ ચાખી શકે છે.
કેવી રીતે ખરીદી શકો છો?
એક ફ્રુટ ટ્રેડિંગ ફર્મ, દાવો કરે છે કે તેઓ EMI પર કેરી વેચનારી દેશની પ્રથમ સંસ્થા છે. તેમણે કહ્યું કે અમે વિચાર્યું કે જો ફ્રિજ, એસી અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો EMI પર ખરીદી શકાય છે તો કેરી કેમ નહીં. આ રીતે દરેક વ્યક્તિ આ કેરી ખરીદી શકે છે. EMI પર મોબાઈલ ફોન ખરીદવાની જેમ જ કોઈ વ્યક્તિ તેમની દુકાનમાંથી હપ્તા પર આલ્ફાન્સો ખરીદી શકે છે.
આ માટે ગ્રાહક પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે અને પછી ખરીદ કિંમત ત્રણ, છ કે 12 મહિનાના હપ્તામાં ફેરવાય છે. જો કે, આ સ્ટોર પર EMI પર આલ્ફાન્સો ખરીદવા માટે ઓછામાં ઓછી રૂ. 5,000ની ખરીદી જરૂરી છે. તેમણે દાવો કર્યો કે આ યોજનાનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં ચાર લોકો આગળ આવ્યા છે. આ રીતે EMI પર આલ્ફાન્સોના વેચાણની યાત્રા શરૂ થાય છે.
(ભાષા ઇનપુટ સાથે)
કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…