Maharashtra : નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર ! આગામી 3 થી 4 દિવસમાં લેવાઈ શકે છે લોકડાઉનનો નિર્ણય
નીતિન રાઉત નાગપુરના સંરક્ષક મંત્રી પણ છે. તેમણે સ્વીકાર્યું છે કે કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં આવી ગઈ છે. આવી પરીસ્થિતિમાં તેને નાગપુરથી આગળ વધતી અટકાવવી પડશે. તેથી, નાગપુરમાં 3-4 દિવસમાં લોકડાઉન લાદવા અંગે નિર્ણય લેવાશે.
Maharashtra : મોટા સમાચાર! કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona in Maharashtra) મહારાષ્ટ્રની સામે આવીને ઉભી છે. ત્યારે સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં પ્રવેશી ચુકી છે. એવી આશંકા છે કે આ લહેર નાગપુર થઈને મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ શકે છે.
વધતા જતા કોરોના સંક્રમણને જોતા નાગપુરમાં ફરી એક વખત લોકડાઉન લાદવામાં આવનાર છે. હા, તમે બરાબર વાંચ્યું. નાગપુરમાં ફરી એક વખત લોકડાઉન (Lockdown in Nagpur) થવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી સરકારમાં (Mahavikas Aghadi) કેબિનેટ મંત્રી નીતિન રાઉતે (Nitin Raut, Cabinet Minister of Maharashtra) આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે નીતિન રાઉત નાગપુરના સંરક્ષક મંત્રી પણ છે. તેઓ પોતે જ સ્વીકારી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં પ્રવેશી ચુકી છે. આવી પરિસ્થિતિમાં આ લહેરને નાગપુરથી આગળ વધતી અટકાવવી પડશે. તેથી, નાગપુરમાં 3-4 દિવસમાં લોકડાઉન લાદવા અંગે નિર્ણય લેવાશે.
નાગપુરમાં 3-4 દિવસમાં લોકડાઉન લાદવાનો નિર્ણય- નીતિન રાઉત
કેબિનેટ મંત્રી નીતિન રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્ર કોરોનાની ત્રીજી લહેર સામે છે. તેમણે નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેરના પ્રવેશને સ્વીકાર્યો છે. તેમણે ફરી એકવાર નાગપુરમાં લોકડાઉન લાદવાની વાત કરી છે. નીતિન રાઉતે કહ્યું છે કે નાગપુરમાં લોકડાઉન લગાવવા સંબંધિત નિર્ણય 3-4 દિવસમાં લેવામાં આવશે. મંત્રી નીતિન રાઉતે કહ્યું કે તેઓ નજર રાખશે કે ત્રણ-ચાર દિવસમાં કોરોના સંક્રમિત દર્દીઓના કેટલા કેસ આવે છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Corona in Maharashtra) ફરી એક વખત ઝડપથી વધવા લાગ્યું છે. ખાસ કરીને નાગપુરમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.
અમે નાગપુરમાં ત્રીજી લહેરનો સામનો કરવા માટે ગંભીર છીએ: નીતિન રાઉત
નીતિન રાઉતે કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગપુરમાં ઓછામાં ઓછું વીકેન્ડ લોકડાઉન લાવવું જરૂરી બની ગયું છે. આ માટે તેઓ આગામી 3-4 દિવસ સુધી પરિસ્થિતિ પર નજર રાખશે.આ દરમિયાન, તેઓ વેપારીઓ, દુકાનદારો અને વિવિધ વિસ્તારોના લોકો સાથે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે પણ ચર્ચા કરશે. તેમજ મીડિયા સાથે પણ વાત કરશે.
દરેકના અભિપ્રાય જાણ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પરંતુ ત્રણ-ચાર દિવસમાં આ નિર્ણય લેવો નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, અઠવાડિયાના દિવસોમાં ફરી એકવાર રેસ્ટોરન્ટને સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો આદેશ આવી શકે છે. દુકાનો માટેની સમયમર્યાદા પણ ઘટાડી શકાય છે અને વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
નાગપુરમાં કોરોનાની સ્થિતિ આ છે, તેથી લોકડાઉનની જરૂરિયાત વધી છે
છેલ્લા કેટલાક મહિનાઓથી નાગપુરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક અંકમાં આવી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ સંખ્યા બે આંકડામાં આવવા લાગી છે. ચિંતા વધારવાનું આ સૌથી મહત્વનું કારણ છે. આને ધ્યાનમાં રાખીને નીતિન રાઉતે આજે વિભાગીય કમિશ્નરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ પછી, મીડિયા સાથે વાત કરતી વખતે, તેમણે લોકડાઉન લાદવાની વાત કરી.
કેટલાક સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, તેમાંથી કેટલા ડેલ્ટા પ્લસ છે તે જાણવું જરૂરી
નીતિન રાઉતે કહ્યું કે કેટલાક સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શું તેમાં ડેલ્ટા પ્લસ છે? જો છે તો કેટલા ડેલ્ટા પ્લસ છે? આ જાણ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. પરંતુ ગયા વખતની ભૂલનું પુનરાવર્તન કરવામાં નહીં આવે. તરત જ એક્શન લેવાશે.
આ પણ વાંચો : Maharashtra : મુંબઈમાં કોરોનાનાં નવા લક્ષણો આવ્યા સામે, જાણો આ લક્ષણો વિશે