મુંબઈ સામે ખતરો હજી સંપૂર્ણ ટળ્યો નથી, હવામાન વિભાગની ચેતવણી 

|

May 18, 2021 | 3:23 PM

માયાનગરી મુંબઇમાં મગંળવારે પણ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાઇ રહ્યું છે. હજી પણ શહર પર કાળા વાદળો મંડરાઈ રહ્યા છે, હવામાન વિભાગની ભારે વરસાદ ની ચેતવણી આપી છે. 

મુંબઈ સામે ખતરો હજી સંપૂર્ણ ટળ્યો નથી, હવામાન વિભાગની ચેતવણી 
મુંબઈ સામે ખતરો હજી સંપૂર્ણ ટળ્યો નથી, હવામાન વિભાગની ચેતવણી 

Follow us on

માયાનગરી મુંબઇમાં મગંળવારે પણ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાઇ રહ્યું છે. મંગળવારે ચક્રવાત નીકળ્યા પછી પણ મુંબઈમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ મુંબઇ અને તેના ઉપનગરોમાં આકાશમાં ઘેરા વાદળો છવાયેલા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ફરી એકવાર મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે.

ચક્રવાત સોમવારે સમગ્ર દિવસ દરમિયાન મુંબઇ, તેના પરા અને થાણેમાં પટકાયો હતો. જેને કારણે મુંબઈના નિચાણવાડા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાતાવરણ આજે પણ એવું જ રહેવાની સંભાવના છે. તેથી, વહીવટીતંત્રે મુંબઇગરાઓને અપીલ કરી છે કે તેઓ કોઈપણ જરૂરિયાત વિના ઘરથી બાહર ન નિકળે.

આગામી 24 કલાકમાં મુંબઇમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે મંગળવારે દિવસ દરમિયાન મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. સાથે જ 120 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફેલાવાની શક્યતા છે. મુશળધાર વરસાદને કારણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ તકેદારીના આદેશો જારી કરવામાં આવ્યા છે. તેથી, મુંબઈ સામેનો ખતરો હજી સંપૂર્ણ રીતે ટળી શક્યો નથી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દાદરમાં પાણી ભરાયા
દાદર ટીટી વિસ્તારમાં મંગળવારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તેથી અહીં ટ્રાફિક ખૂબ જ ધીમો છે. આજે પણ જો દક્ષિણ મુંબઈમાં જોરદાર વરસાદ પડે તો આ વિસ્તાર સંપૂર્ણપણે ડૂબી જાય તેવી સંભાવના છે.

વસઇ-વિરાર અને નાલાસોપારામાં ભારે વરસાદ
મુંબઈ નજીક આવેલા વસઇ, વિરાર અને નાલાસોપારા વિસ્તારમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે. ચક્રવાતને કારણે ગઈકાલે દિવસ દરમિયાન અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલાઓ તૂટી પડ્યા હતા. પરિણામે, ઘણા ભાગોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ભારે વરસાદને કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. નાલાસોપારા નીલેમોર ગામ, વસઈ સમતા નગર, નવજીવન, સતીવલી, વિરાર વિવા કોલેજ રોડ અને અન્ય વિસ્તારોમાં પણ જળમગ્ન થઈ ગયા છે.

 

Next Article