શરદ પવાર મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર ગુસ્સે ભરાયા, બળવાખોર ધારાસભ્યો ફ્લાઇટ પકડીને સુરત પહોંચી ગયા અને આપણને કેમ ખબર ન પડી?
Maharashtra : શિવસેનાના મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ના બળવાને કારણે મહારાષ્ટ્રમાં સર્જાયેલી રાજકીય કટોકટી વચ્ચે ધારાસભ્યો સુરત જવા રવાના થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલને પ્રશ્ન કર્યો હતો.
મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Political Crisis) માં ચાલી રહેલા ખળભળાટ વચ્ચે શિવસેનાના અનેક ધારાસભ્યો મુંબઈથી સુરત પહોંચી ગયા છે. દરમિયાન મહા વિકાસ અઘાડી સરકારમાં સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે (Sharad Pawar) મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર સવાલો ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે ગૃહમંત્રીને કેવી રીતે ખબર ન હતી કે શિવસેનાના 22 ધારાસભ્યો ફ્લાઈટ લઈને મુંબઈથી સુરત જઈ રહ્યા છે.
શરદ પવારે શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના ગૃહમંત્રી દિલીપ વાલ્સે (Maharashtra Home Minister Dilip Walse) પર સવાલો ઉઠાવ્યા છે. તો આ સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રાજ્યનું ગુપ્તચર વિભાગ શા માટે સરકારને એલર્ટ ન કરી શક્યું. ખાસ કરીને જ્યારે મંત્રીઓ સહિત આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો આટલું મોટું પગલું લઇ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે, મુંબઈથી સુરત પહોંચેલા ધારાસભ્યોની સુરક્ષાની જવાબદારી મુંબઈ પોલીસની છે. જેઓ સીધો રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલને રિપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં આ તમામ ધારાસભ્યો એરપોર્ટ પર જાય છે અને ત્યાંથી ફ્લાઈટ લે છે. પરંતુ મુંબઈ કે ગૃહમંત્રીને આ અંગે જાણ કરવામાં આવી નથી. તે કેવી રીતે શક્ય છે? અહેવાલ છે કે આ ઘટનાને લઈને શરદ પવાર બુધવારે સવારે દિલીપ વાલ્સે પાટીલ અને જયંત પાટીલને પણ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવાર ખૂબ જ નારાજ છે. તેમણે પોતાની નારાજગી તેમની પાર્ટીના નેતાઓને જણાવી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શા માટે રાજ્યના ગુપ્તચર વિભાગ સરકારને ચેતવણી આપી શક્યું નથી. ખાસ કરીને જ્યારે મંત્રીઓ સહિત આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો આટલું મોટું પગલું લઇ રહ્યા છે.
આખરે ગૃહમંત્રીને આની જાણ કેવી રીતે ન થઈ?
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ફ્લાઈટ પકડીને સુરત પહોંચ્યા બાદ NCP ના સુપ્રીમો શરદ પવારે પોતાની જ સરકારના મંત્રી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે બુધવારે કહ્યું કે ગૃહમંત્રીને કેવી રીતે ખબર ન હતી કે શિવસેનાના 22 ધારાસભ્યો ફ્લાઇટ લઈને મુંબઈથી સુરત જઈ રહ્યા છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે કોઈ ધારાસભ્ય અથવા મંત્રી જેમની પાસે પોલીસ સુરક્ષા હોય છે તે અન્ય રાજ્યમાં જાય છે ત્યારે તે વ્યક્તિ સાથે રહેતા સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (SPU) એ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવી પડે છે.
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર બુધવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. પવારની સાથે તેમની પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે અને પાર્ટીના મંત્રી જિતેન્દ્ર આવ્હાડ પણ હતા. એનસીપી નેતાઓએ મુખ્યમંત્રી સાથે દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન વર્ષા ખાતે ચર્ચા કરી હતી. જો કે આ બેઠકમાં શું થયું તે જાણી શકાયું નથી.