મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જાહેર કરાયુ એલર્ટ

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મહારાષ્ટ્રના કોંકણ, મરાઠાવાડા અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જાહેર કરાયુ એલર્ટ
ફાઈલ ફોટો

Maharashtra Rains: મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, રાજ્યમાં સોમવારથી લઈને આગામી ચાર દિવસો સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી (Heavy Rain) કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે.

આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)ના નિષ્ણાંત કૃષ્ણાનંદ હોસાલીકરની (K S Hosalikar)આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં વરસાદી પરિબળો નબળા પડશે. જ્યારે ઓડિશામાં વરસાદી પરિબળો સક્રિય થતા જોવા મળશે. તેમજ મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને કોંકણ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની (Rain forecast) આગાહી કરવામાં આવી છે.

 

 

આ વિસ્તારમાં જાહેર કરાયુ એલર્ટ

રાજ્યના કોંકણ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે પાલઘર, નાસિક, ધુલે, નંદુરબાર, જલગાંવ,ઓરંગાબાદ, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, ગોંદિયા માટે યલો એલર્ટ જાહેર (Yellow Alert) કરવામાં આવ્યું છે.

 

મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ સુધી મરાઠાવાડાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે નાગરિકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલા ઔરંગાબાદ (Aurangabad) સહિત સમગ્ર મરાઠવાડા વરસાદને પગલે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સાવચેત રહેવા સુચના

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સોમવારે મરાઠાવાડા, ઔરંગાબાદ, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કર્યુ છે.

 

 

આ પણ વાંચો: Maharashtra : ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની વધી મુશ્કેલી, દેશમુખ હાજર ન થતા EDએ કોર્ટનો લીધો સહારો

 

આ પણ વાંચો: રિચ ગ્રુપ સાથે સોનૂ સુદના કનેક્શનને લઈને IT હરકતમાં, ચાર સ્થળો પર કરવામાં આવી કાર્યવાહી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati