Surat : સુરતના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટરની સજાગતાથી મુક બધીર બાળકનો થયો પરિવાર સાથે ભેટો

ફોન કરનારે જણાવેલ સરનામાં પર પોલીસ ઇન્સ્પેકટર જાતે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળક સાથે વાતચીત કરી હતી. પણ તે મૂક બધિર હોવાથી તેની વાત સમજી શકાય ના હતી. ત્યારે મૂક બધીર શાળા સાથે સંકળાયેલા અને સાંકેતિક ભાષામાં વાત કરી શકતા નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની મદદ લેવામાં આવી હતી.

Surat : સુરતના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટરની સજાગતાથી મુક બધીર બાળકનો થયો પરિવાર સાથે ભેટો
Surat: A deaf child was reunited with his family due to the awareness of Surat's traffic police inspector
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:05 AM

Surat શહેરના પુણા કુમ્ભારીયા રોડ ખાતેના કાંગારું સર્કલ પાસેથી આશરે 12 વર્ષના ખામગાવ, મહારાષ્ટ્રના મુકબધીર બાળકને શહેર ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટરના સહયોગથી કતારગામ ખાતેના પોપાવાળા બાલગૃહમાં આશરો મળી શક્યો છે. સુરતના ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરને એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક બાળક બિનવારસી હાલતમાં રડતો પસાર થઇ રહ્યો છે.

ફોન કરનારે જણાવેલ સરનામાં પર પોલીસ ઇન્સ્પેકટર જાતે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળક સાથે વાતચીત કરી હતી. પણ તે મૂક બધિર હોવાથી તેની વાત સમજી શકાય ના હતી. ત્યારે મૂક બધીર શાળા સાથે સંકળાયેલા અને સાંકેતિક ભાષામાં વાત કરી શકતા નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની મદદ લેવામાં આવી હતી.

વિડીયો કોલના આધારે સાંકેતિક ભાષા દ્વારા બાળક ક્યાંનો છે ? તેના માતા પિતા ક્યાં છે ? તે ક્યાંથી આવ્યો છે તેની જાણ લેવામાં આવી હતી. અને સગીર ખામગાવ મહારાષ્ટ્રનો છે તેવી માહિતી સામે આવી હતી. આ ગામ સુરતથી આશરે 500 કિલોમીટર દૂર આવેલું છે. બાળક નિવાસી મૂક બધિર શાળામાં અભ્યાસ કરે છે. અને કોઈ અગમ્ય કારણોસર બસમાં બેસીને તે સુરત પહોંચી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ત્યારબાદ ખામગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને નિવાસી મૂક બધિર શાળામાંથી બાળકના પિતાનો સંપર્ક કરીને શોધવામાં આવ્યો હતો. અને પિતાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. હાલ આ બાળકને તેના પિતા જ્યાં સુધી સહી સલામત રીતે લઇ ન જાય ત્યાં સુધી કતારગામ ખાતેના પોપાવાળા બાલગૃહમાં આશરો આપવામાં આવ્યો છે.

આમ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ગોટીની સતર્કતાથી આ બાળકનો તેના પરિવારથી ભેટો થયો છે. 12 વર્ષના આ મુકબધીર બાળકને જો આ મદદ ન મળતે તો ચોક્કસ તે સુરત જેવા મોટા શહેરમાં ભટકતો રહેતે. પણ જાગૃત નાગરિકની જાણકારી બાદ પોલીસ દ્વારા બાળકની મદદ માટે અપનાવાયેલ આ અભિગમ બાદ પરિવારને તેમણે ગુમાવેલ દીકરો પાછો મળ્યો છે. પરિવાર દ્વારા પણ મહારાષ્ટ્રમાં આ બાળકની શોધખોળ કરવામાં આવી જ રહી હતી. જો કે તેમને આ બાબતની જાણકારી નહોતી કે બાળક બસમાં બેસીને સુરત પહોંચી ગયો હશે.

આ પણ વાંચો :SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

આ પણ વાંચો : પીએમ મોદી સુરતના હોસ્ટેલ ફેઝ વનનું કરશે ભૂમિપૂજન, 15 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે કાર્યક્રમ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">