શરદ પવારના ઉત્તરાધિકારી તરીકે NCPના પ્રમુખપદ માટે લિસ્ટમાં મોખરે છે સુપ્રિયા સુલે, જાણો કેટલી છે સંપતિ
Supriya Sule Wealth: એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. શરદ પવારની આ જાહેરાતની ચર્ચા ચકડોળે ચઢી છે કે પવારની ગાદી પર કોણ બિરાજશે, કોની પાસે હશે NCPની કમાન?.

NCP પ્રમુખ શરદ પવારના રાજીનામાની જાહેરાત સાથે જ મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. તેમના અનુગામી કોણ હશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે શરદ પવાર તેમનો રાજકીય વારસો તેમની પુત્રી સુપ્રિયા સુલેને સોંપી શકે છે. બારામતીથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા સુપ્રિયા વિશે એવું માનવામાં આવે છે કે તે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે સુપ્રિયા તેની સંપતિને લઇને વિવાદમાં ફસાઇ ચુક્યા છે, આવો જાણીયે શરદ પવાર પુત્રી સુપ્રિયા સુલે પાસે કેટલી સંપતિ છે.
“બારામતીથી લોકસભા સાંસદ સુપ્રિયા સુલેની સંપત્તિ 2009માં 51.53 કરોડ રૂપિયા હતી. જે 2019માં 173 ટકા વધીને રૂ. 140.88 કરોડ થઈ હતી.” ADRએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે 2009 અને 2019 વચ્ચે લોકસભામાં ફરીથી ચૂંટાયેલા 71 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 286 ટકાનો વધારો જોવા મળ્યો છે.
જોકે, NCP સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો છે કે તેમની સંપત્તિમાં વધારો થયો નથી. આ સાથે સુલેએ પડકાર ફેંક્યો છે કે તેમની મિલકતના કાગળોની તપાસ થવી જોઈએ. જેથી સત્ય બધાની સામે આવે. સુપ્રિયા સુલેએ કહ્યું કે રિપોર્ટમાં ઉલ્લેખિત મારી સંપત્તિની માહિતી સાચી નથી. મારી મિલકતમાં કોઈ વધારો થયો નથી, જો તમે ઈચ્છો તો મિલકતના દસ્તાવેજો જોઈ લો.
શરદ પવારના ઉત્તરાધિકારી કોણ ?
એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. શરદ પવારની આ જાહેરાતની સાથે જ પાર્ટીના અનેક કાર્યકરોમાં તેની અસર જોવા મળી રહી છે. પવારના રાજીનામાના સમાચાર બાદ સૌથી મોટો સવાલ એ છે કે, તેમના રાજકીય ઉત્તરાધિકારી કોણ ?મહારાષ્ટ્રના રાજકીય ચાણક્ય અને NCP પ્રમુખ શરદ પવારે પ્રમુખપદ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ત્યારથી, સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે, શરદ પવારનો રાજકીય વારસો હવે કોણ સંભાળશે ?
વાસ્તવમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પવારના ભત્રીજા અજિત પવાર એવા બે નામ છે જેઓ NCPમાં શરદ પવાર પછીના ક્રમે આવે છે. આવી સ્થિતિમાં, તેમાંથી કોઈ એક NCPના આગામી નવા અધ્યક્ષ બનશે તે લગભગ નિશ્ચિત છે. જોકે, NCP કે શરદ પવાર માટે આ નિર્ણય લેવો એટલો આસાન પણ નહીં હોય. મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારનું કદ અનેક ગણુ મોટુ છે. આવી સ્થિતિમાં પ્રમુખ પદ કોને મળે છે તે નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.