AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : લોકોએ 16 કરોડ ભેગા કરીને વેદિકાને ઈન્જેકશન પણ લગાવ્યું, છતા માસુમનું મોત થતા પુણેમાં શોક

પુણેની (Pune) બાજુમાં આવેલા પિંપરી-ચિંચવાડમાં રહેતી માસૂમ વેદિકા શિંદેને નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ માસુમનો જીવ બચાવી શકાયો નહિ. રવિવારે સાંજે રમતી વખતે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Maharashtra : લોકોએ 16 કરોડ ભેગા કરીને વેદિકાને ઈન્જેકશન પણ લગાવ્યું, છતા માસુમનું મોત થતા પુણેમાં શોક
girl vedika shinde died in-spite of having injection for 16 crore rs
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:02 AM
Share

Maharashtra :  વેદિકા Spinal Muscular Atrophy નામની આનુવંશિક બિમારીથી (Genetic disease)પીડાતી હતી.આ બિમારીની સારવાર માટે 16 કરોડનું ઇન્જેક્શન ખરીદવું પડે છે. વેદિકાના માતાપિતાએ પણ મહામહેનતે 16 કરોડ રૂપિયા જમા કરાવ્યા અને જૂન મહિનામાં વેદિકાને Zolgensma નામની વેક્સિન આપવામાં આવી હતી. પરંતુ, પ્રયત્નો પછી પણ વેદિકાનો જીવ બચાવી શકાયો નહિ.

લોકો પાસેથી 16 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા અને બાદમાં આ મોંધુ ઈન્જેક્શન(Injection) વેદિકાને આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, પુણેની (Pune) બાજુમાં આવેલા પિંપરી-ચિંચવાડમાં રહેતી માસૂમ વેદિકા શિંદેને નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ માસુમનો જીવ બચાવી શકાયો નહિ. રવિવારે સાંજે રમતી વખતે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

દિકરીની સારવાર માટે માતા -પિતાએ ક્રાઉડ ફંડિંગ (Crowd Funding)દ્વારા 16 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ફંડ એકઠું કરવા માટે આ માતા -પિતાએ પોતાની પૂરા પ્રયત્નો લગાવી દીધા હતા. ભગવાનનો આભાર માન્યો કે તેણે તેના પ્રેમની નિશાનીનું જીવન પાછું આપ્યું. પણ તેને શું ખબર હતી કે જે વેદિકા તેને પ્રિય છે, તે ભગવાનને (Lord) તેના કરતા વધારે પ્રિય હશે.

ઇન્જેક્શન માટે લોકો પાસેથી 16 કરોડ જમા કરાવવામાં આવ્યા

વેદિકા Spinal Muscular Atrophy નામના આનુવંશિક રોગથી પીડાતી હતી. જ્યારે તેના માતા પિતાને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા. પણ પછી હિંમત હાર્યા વિના, તેણે નક્કી કર્યું કે તે કંઈ પણ કરશે અને વેદિકાની સારવાર કરાવશે. આ રોગની સારવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન ખરીદવું પડે છે.એક પછી એક તેણે 16 કરોડ પણ કોઈ રીતે જમા કરાવ્યા. અને જૂન મહિનામાં વેદિકાને પુણેની ખાનગી હોસ્પિટલમાં Zolgensma નામની મોંઘી રસી આપવામાં આવી હતી. આટલા પ્રયત્નો પછી પણ વેદિકાનો જીવ ન બચતા હાલ,પૂણે સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે.

Spinal Muscular Atrophy બિમારી શું છે?

આનુવંશિક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી શરીરમાં એક રોગ છે જે એસએમએ -1 જનીનની ઉણપને કારણે થાય છે. તેનાથી બાળકના સ્નાયુઓ નબળા પડે છે. શરીરમાં પાણીની અછત છે. સ્તનપાન અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ રોગમાં, બાળક ધીમે ધીમે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે અને તે મૃત્યુ પામે છે. યુકેમાં આ રોગથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે. દર વર્ષે લગભગ 60 બાળકોને આ જન્મજાત રોગ થાય છે.

આ પણ વાંચો: Mumbai Police : ઋત્વિક રોશનના અંદાજમાં સમજાવ્યું વેક્સિન અને માસ્કનું મહત્વ,પોસ્ટ સોશિયલ મિડીયા પર વાયરલ

આ પણ વાંચો: Zika Virus in Maharashtra : કોરોના બાદ ઝીંકા વાયરસનું સંકટ, પુણેમાં ઝીંકા વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">