AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગળામાં કાંટાળો તાર બાંધીને ખેતી કરવા મજબુર બન્યા ખેડૂતો, જીવ બચાવવાની આ યુક્તિ જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

પુણે જિલ્લાના પિમ્પાર્કેડ ગામમાં, દીપડાનો આતંક એટલો ગંભીર બની ગયો છે કે ગ્રામજનોને તેમની સલામતી માટે અનોખા પગલાં લેવાની ફરજ પડી છે. ખેત મજૂરો હવે દીપડાના હુમલાથી પોતાને બચાવવા માટે કાંટાવાળા કોલર પહેરી રહ્યા છે.

ગળામાં કાંટાળો તાર બાંધીને ખેતી કરવા મજબુર બન્યા ખેડૂતો, જીવ બચાવવાની આ યુક્તિ જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત
Spiked Collars and villagers How Pimparkhed Is Battling LeopardsImage Credit source: Chatgpt
| Updated on: Nov 22, 2025 | 6:09 PM
Share

મહારાષ્ટ્રના પુણેમા પિમ્પાર્કેડ ગામમાં દીપડાનો ત્રાસ હજુ પણ ચાલુ છે. પરિણામે, ખેત મજૂરો હવે દીપડાના હુમલાથી પોતાને બચાવવા માટે કાંટાવાળા કોલર પહેરી રહ્યા છે. ગામના રહેવાસી વિઠ્ઠલ રંગનાથ જાધવે ન્યુઝ એજન્સીને જણાવ્યું, “અમે આ કોલર પહેરીએ છીએ કારણ કે દીપડા ગમે ત્યારે આવી શકે છે. ખેતી એ અમારી આજીવિકા છે; અમે ડરથી ઘરે રહી શકતા નથી. અમે દરરોજ દીપડા જોઈએ છીએ. એક મહિના પહેલા, મારી માતાને દીપડાએ મારી નાખી હતી. તે પહેલાં, એક નાની છોકરીનું મૃત્યુ થયું હતું. મારી માતા સવારે 6 વાગ્યે પશુઓને ચરાવવા ગઈ હતી ત્યારે એક દીપડાએ તેના પર હુમલો કર્યો અને તેને શેરડીના ખેતરોમાં લગભગ એક કિલોમીટર સુધી ખેંચી ગયો. ગામમાં બધા ડરી ગયા છે. અમે જ્યારે પણ બહાર જઈએ છીએ ત્યારે આ કોલર પહેરીએ છીએ. અમે સરકારને પગલાં લેવા વિનંતી કરીએ છીએ.”

Video Source: Ani

હુમલાઓ વધી રહ્યા છે

ગ્રામજનોના મતે, તાજેતરના મહિનાઓમાં દીપડાના હુમલાઓ વધ્યા છે. શેરડીના ખેતરોમાં દીપડાને છુપાવવાની પૂરતી જગ્યાઓ મળે છે, જેના કારણે તેઓ માણસો અને પશુધન પર હુમલો કરી શકે છે.

સરકારી કાર્યવાહીની માંગ

ગ્રામજનો વહીવટીતંત્ર પાસેથી દીપડાઓને પકડીને સલામત સ્થળે ખસેડવાની માંગ કરી રહ્યા છે. હાલમાં, વન વિભાગ પાંજરા મૂકવા અને દેખરેખ વધારવાની વાત કરી રહ્યું છે, પરંતુ ગ્રામજનો કહે છે કે આ પૂરતું નથી. રહેવાસીઓમાં દીપડાનો આતંક ભય ફેલાવી રહ્યો છે. બે અઠવાડિયા પહેલા જ, વન વિભાગ અને બચાવ ટીમ દ્વારા સંયુક્ત કામગીરી દરમિયાન એક માનવભક્ષી દીપડાને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હતો. જોકે, દીપડાનો આતંક હજુ પણ ચાલુ છે.

મહારાષ્ટ્ર ને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">