AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો મુંબઇથી નવી મુંબઇને જોડતા સમુદ્ર પર સૌથી લાંબા ‘Atal Setu’ની વિશેષતા- વીડિયો

પીએમ મોદીએ આજે મુંબઈથી નવી મુંબઈ સાથે જોડતા 'અટલ સેતુ' નું ઉદ્દઘાટન કર્યુ. મુંબઈના શિવડીથી શરૂ થઈ નવી મુંબઈના ન્હાવાશેવાને જોડતો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો અને વિશ્વમાં 10મા નંબરનો સૌથી લાંબો બ્રિજ છે. ટેક્નોલોજી અને વિકાસની ભારત હરણફાળ ભરી રહ્યુ છે. તેનો સૌથી મોટો પુરાવો છે આ 'અટલ સેતુ'

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2024 | 11:57 PM
Share

મુંબઈગરાઓનું સપનું સાકાર થઈ ગયું છે. સમુદ્ર પર બનેલા. દેશના સૌથી મોટા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને “અટલ સેતુ”ના રૂપમાં મુંબઈને મળી ગઈ છે. નવી “લાઈફલાઈન” અટલ સેતુની વિશેષતાની વાત કરવામાં આવે તો અટલ સેતુ 6 લેનનો “સી લિંક” છે. તેમાં 1 ઈમરજન્સી લેન પણ બનાવવામાં આવી છે.

સમગ્ર બ્રિજની લંબાઈ. 21.8 કિલોમીટર છે. જેમાંથી જમીન પર 5.5 કિલોમીટરનો બ્રિજ તૈયાર કરાયો છે. જ્યારે 16.5 કિલોમીટર બ્રિજનું નિર્માણ સમુદ્રની ઉપર થયું છે. છેલ્લાં 50 વર્ષથી ‘સમુદ્ર પર સેતુ’નો આ પ્રોજેક્ટ સરકારી ફાઈલો નીચે દબાયેલો હતો. પરંતુ PM મોદીના વિઝનને લીધે આખરે આ સપના હકીકત બન્યુ છે.

મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. જેને કાપવામાં દોઢથી 2 કલાકનો સમય લાગતો હોય છે. પણ, હવે “અટલ સેતુ”ના લીધે. આ અંતર ઘટીને માત્ર 22 કિલોમીટર થઈ જશે અને માત્ર 20 મિનિટમાં જ યાત્રીઓ મુંબઈથી નવી મુંબઈ પહોંચી શકશે. એટલું જ નહીં. તેનાથી મુંબઈથી પુણા એક્સપ્રેસવે અને ગોવા હાઈવે વચ્ચેનું અંતર પણ ઘટી જશે.

  • કુલ 17 હજાર 843 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સેતુનું નિર્માણ થયું છે
  • બ્રિજમાં 2 મેટ્રિક ટન સ્ટીલનો અને 5 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે
  • બ્રિજ પર 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવી શકાશે
  • બ્રિજ પરથી રોજ 70 હજાર વાહનો પસાર થવાનો અંદાજ છે
  • એટલું જ નહીં આ બ્રિજને પગલે દર વર્ષે 1 કરોડ લીટર પેટ્રોલ અને ડીઝલની બચત થવાનું અનુમાન

“અટલ સેતુ” એ ટેક્નોલોજીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેની વિશેષતા એ છે કે દુનિયાના સૌથી મોટા માલવાહક જહાજ પણ આરામથી તેની નીચેથી પસાર થઈ શકશે. અને કોઈ જ અવરોધ વગર. પુલ ઉપર ટ્રાફિક ચાલતો રહેશે. ખાસ તો આ બ્રિજ.”AI” ટેક્નોલોજીથી સજ્જ છે.

આ પણ વાંચો: અમરેલી: મસ્ક્યુલર એટ્રોફીથી પીડાતી 7 મહિનાની વૃંદા માટે વરસી દાનની સરવાણી, સમાજે 17.50 કરોડની કરી સખાવત- વીડિયો

  • અટલ સેતુ પર ખાસ ક્રેશ બૈરિયર્સ લગાવાયા છે
  • અકસ્માતના સંજોગોમાં આ બૈરિયર્સ ગાડીને સમુદ્રમાં પડતી અટકાવશે
  • AI ટેક્નોલોજીવાળા 190 CCTV કેમેરા બ્રિજ પર લગાવવામાં આવ્યા છે
  • આ CCTV બ્રિજ પરની કોઈપણ શંકાસ્પદ ગતિવિધિને કેમેરામાં કેદ કરી તેની માહિતી કંટ્રોલ રૂમને આપશે
  • પુલ પર 1212 લાઇટિંગ પોલ અને એડવાન્સ લાઈટિંગ લગાવાઈ છે
  • અટલ સેતુની લાઈટિંગની વિશેષતા એ છે કે તેનું ફોક્સ માત્ર બ્રિજ પર રહેશે અને સમુદ્રી જીવોને નુકસાન નહીં થાય

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">