તો મહારાષ્ટ્રમાં ફરી લાગુ કરવામાં આવશે લોકડાઉન ? જાણો શું કહ્યું મુખ્યપ્રધાને

મહારાષ્ટ્ર અને પંજાબમાં CORONA સંક્રમણ વધ્યું છે. શનિવારે મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ 36,902 અને ત્યાર બાદ બીજા ક્રમે પંજાબમાં 3,122 નવા કેસ નોંધાયા છે.

તો મહારાષ્ટ્રમાં ફરી લાગુ કરવામાં આવશે લોકડાઉન ? જાણો શું કહ્યું મુખ્યપ્રધાને
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
Follow Us:
| Updated on: Mar 28, 2021 | 7:38 PM

દેશમાં CORONAના નવા કેસ દરરોજ નવો રેકોર્ડ  સ્થાપિત કરી રહ્યા છે. આ રેકોર્ડમાં મહારાષ્ટ્ર અને પંજાબ સૌથી મોટા ભાગીદાર બની રહ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ  મહારાષ્ટ્રમાં કોરોના કેસ સામે આવી રહ્યા છે, જે રાજ્ય અને કેન્દ્ર બને માટે ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ કરવાના સંકેત આપ્યા છે.

મુખ્યપ્રધાને આપ્યા લોકડાઉનના સંકેત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખતા રવિવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ  અધિકારીઓ સાથે  એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને અધિકારીઓને નિર્દેશ આપ્યા કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહી કરે તો લોકડાઉન મતે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં ફરી એકવાર  લોકડાઉન લાગુ કરવાના સંકેત આપતા મુખ્યપ્રધાન ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લોકડાઉન માટે રોડમેપ તૈયાર કરો.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધવાના કારણો કોરોના સંક્રમણ વધવાનું સૌથી મોટું કારણ એ છે કે કોરોના સંક્રમિત દર્દીઓનું દવાખાને મોડા પહોચવું. એક રીપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં 4 જિલ્લાઓ એવા છે જ્યાં કોવિડ19 ના 50 ટકાથી વધુ વેન્ટિલેટર બેડ ભરાઈ ગયા છે. પંજાબમાં પણ મોટાભાગના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના 48 થી 72 કલાકની અંદર થાય છે, આનું મુખ્ય કારણ કોરોના સંક્રમિત દર્દીઓનું દવાખાને મોડા પહોચવું એ જ છે.આ સિવાય સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવતા અને ટેસ્ટીંગ રીપોર્ટ આવે ત્યાં સુધી તેમને અલગ ન રાખવા અને અઈસોલેટ ન કરવા એ પણ સંક્રમણ ચેપ ફેલાવાનું એક મોટું કારણ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નવા કેસોમાંથી 59.8 ટકા કેસો એકલા મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રના કુલ 36 જિલ્લામાંથી 26 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં છેલ્લા અઠવાડિયે આવેલા કોરોના નવા કેસો દેશભરમાં આવેલા કોરોનાના નવા કેસોના 59.8 ટકા કેસો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સતત નવા કેસ નોંધાઈ રહ્યા  છે. શનિવારે પણ મહારાષ્ટ્રમાં દેશભરમાં સૌથી વધુ 36,902 નવા કેસ નોંધાયા છે. પંજાબમાં 3,122 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં  24 કલાકની અંદર 112 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે પંજાબમાં 59 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">