શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું, મહારાષ્ટ્ર વિરુદ્ધ રચવામાં આવી રહ્યું છે ષડયંત્ર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (case on MNS chief Raj Thackeray) વિરુદ્ધ 14 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની એક અદાલતે 14 વર્ષ જૂના કેસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે (case on MNS chief Raj Thackeray) વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે (Shiv Sena leader Sanjay Raut) રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કરવાના મામલે નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું કે આ મહારાષ્ટ્ર છે જેની સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મારી પાસે માહીતી છે કે બહારના રાજ્યમાંથી લોકોને લાવવામાં આવી રહ્યા છે અને રમખાણોનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ તેને સંભાળવા સક્ષમ છે.
રાઉતે વધુમાં જણાવ્યું હતું કે પુરા દેશમાં આવા કેસ નોંધાયેલા છે. જો કોઈ ભડકાઉ ભાષણ કરે, કોઈ આવું લખે તો તેની સામે આવી કાર્યવાહી કરવામાં આવે છે. આમાં શું મોટી વાત છે? 2008માં, રાજ ઠાકરે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 109 અને 117 (અપરાધ માટે ઉશ્કેરણી) હેઠળ કથિત રૂપે ઉશ્કેરણીજનક ભાષણો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. 6 એપ્રિલના રોજ બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરીને, સાંગલી જિલ્લાના શિરાલા ખાતેના ન્યાયિક મેજિસ્ટ્રેટ (પ્રથમ વર્ગ) એ મુંબઈ પોલીસ કમિશનરને મનસે વડાની ધરપકડ કરવા અને તેમને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.
Such cases are filed across the country. If somebody gives an instigating speech, if somebody writes something like that, such actions are taken against it. What is the big deal about it?: Shiv Sena leader Sanjay Raut on case registered against MNS chief Raj Thackeray pic.twitter.com/5DVFt3CElv
— ANI (@ANI) May 3, 2022
શું છે સમગ્ર મામલો?
આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જ્યોતિ પાટીલે જણાવ્યું કે જજે રાજ ઠાકરે અને અન્ય MNS નેતા શિરીષ પારકર વિરુદ્ધ અનુક્રમે મુંબઈ પોલીસ કમિશનર અને ખેરવાડી પોલીસ સ્ટેશન દ્વારા વોરંટ જાહેર કર્યું, કારણ કે તેઓ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા. પાટીલના જણાવ્યા અનુસાર, કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ 8 જૂન પહેલા વોરંટનું પાલન કરે અને બંને નેતાઓને તેની સમક્ષ હાજર કરે. 2008 માં, MNS કાર્યકર્તાઓએ સ્થાનિક યુવાનોને નોકરીઓમાં અગ્રતા આપવાની માંગણી સાથેના આંદોલનના સંબંધમાં રાજ ઠાકરેની ધરપકડ સામે શિરાલામાં વિરોધ કર્યો હતો.
એક સ્થાનિક MNS કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે સરકારી નિયમ મુજબ 2012 પહેલાના રાજકીય કેસ પાછા ખેંચવા જોઈએ. જો કે, તેમણે આરોપ લગાવ્યો કે રાજ ઠાકરેએ મસ્જિદો ઉપર લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે.