AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈડીની કાર્યવાહી સામે શિવસેનાનું આક્રમક વલણ, લોકોને કર્યુ આ આહ્વાન

કોલ્હાપુર ઉત્તર વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી (Kolhapur north assembly by poll) યોજાવા જઈ રહી છે. આ દરમિયાન વિસ્તારના અનેક મતદારોના ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર થયા છે.

ઈડીની કાર્યવાહી સામે શિવસેનાનું આક્રમક વલણ, લોકોને કર્યુ આ આહ્વાન
CM Uddhav Thackrey (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:34 PM
Share

કોંગ્રેસના ધારાસભ્યના આકસ્મિક અવસાનના કારણે મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે (Kolhapur north assembly by poll) પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. દરમિયાન આ વિસ્તારના અનેક મતદારોના ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની જાણ થતાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) કહ્યું છે કે તેઓ આ મામલે EDને પત્ર લખશે અને આ મામલે તપાસની વિનંતી કરશે. જેના જવાબમાં શિવસેનાએ કોલ્હાપુરના લોકોને આહ્વાન કર્યું છે કે, જો ભાજપ આવું કોઈ ‘ઘર ઘર ઈડી’ કામ શરૂ કરે તો તેઓ બગાવત કરે.

શિવસેનાએ કહ્યું છે કે કોલ્હાપુરના લોકોના ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા ED મૂકતા પહેલા જે પાંચ રાજ્યોમાં ભાજપ જીત્યું છે. તે તમામ મતવિસ્તારમાં ED દ્વારા તપાસ કરવાની જરૂર છે. ગોવાના પણજી અને સખલ મતવિસ્તારમાં ઈડીની તપાસ શરૂ કરવામાં આવે તો સત્ય બહાર આવશે. શિવસેના સ્પષ્ટપણે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય અતાનાસિયો મોન્સેરાત અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તરફ ઈશારો કરી રહી છે. જો કોઈ હર હર મોદી, ઘર ઘર મોદીના નારાનો ઉપયોગ હર હર ઇડી, ઘર ઘર ઇડીના નારા તરીકે કરે છે, તો લોકોએ બળવો કરવો પડશે.

કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણી 12 એપ્રિલે છે

જણાવી દઈએ કે કોલ્હાપુર ઉત્તર વિધાનસભાની પેટાચૂંટણી 12 એપ્રિલે છે. કોંગ્રેસના ધારાસભ્ય દિવંગત ચંદ્રકાત જાધવના આકસ્મિક અવસાનને જોતા કોંગ્રેસે તેમની પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે સત્યજીત કદમને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શિવસેના નંબર ટુ પાર્ટી હતી. પરંતુ આ વખતે શિવસેનાએ મહા વિકાસ અઘાડીની એકતા બતાવવા માટે કોંગ્રેસના સમર્થનમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.

આવી સ્થિતિમાં કોલ્હાપુર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે કોલ્હાપુરના કેટલાક લોકોના ખાતામાં પૈસા આવ્યા છે. આ અંગે ભાજપ તરફથી ચિંતા વ્યક્ત કરતા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રવિવારે કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ માટે EDને અપીલ કરશે. તેના પર શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : MSRTC Strike: મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની હડતાલ પર મુંબઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, 15 એપ્રિલ સુધી કામ પર પાછા ફરવાનું અલ્ટીમેટમ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">