અજાનના જવાબમાં ભાજપના નેતા મોહિત કંબોજે કરી વિનામુલ્યે લાઉડસ્પીકર વિતરણ કરવાની જાહેરાત, કહ્યું- બધા હિન્દુઓનો એક અવાજ હોવો જોઈએ
મોહિત કંબોજ મંદિરોમાં હનુમાન ચાલીસા વગાડવા માટે વિનામુલ્યે લાઉડસ્પીકર ઉપલબ્ધ કરાવશે. મોહિત કંબોજે મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાની પણ માગ કરી છે.
મહારાષ્ટ્ર (Maharashtra) બીજેપીના અબજોપતિ નેતા મોહિત કંબોજે (Mohit Kamboj) હિન્દુ એકતાની (Hindu Unity) હિમાયત કરતા મંદિરોમાં લાઉડસ્પીકર લગાવવા અને હનુમાન ચાલીસા ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મોહિત કંબોજે મંદિરોમાં હનુમાન ચાલીસા વગાડવા માટે મફત લાઉડસ્પીકર આપવાની જાહેરાત કરી હતી. મોહિત કંબોજે મસ્જિદોમાંથી ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવાની પણ માગ કરી છે. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માગને ધ્યાનમાં રાખીને તેમણે આવું કર્યું હતું.
જો કે, મહારાષ્ટ્ર સરકારે પહેલેથી જ રાજકીય પક્ષોને સમુદાયો વચ્ચે વિભાજન પેદા કરતી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા કહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે આજે ફરી મુંબઈમાં મીડિયા સાથે વાત કરી હતી. રાજ ઠાકરેના લાઉડ સ્પીકર નિવેદન પર તેમણે કહ્યું, રાજ ઠાકરે સામે કાર્યવાહી કરવા અંગે તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. તેમના નિવેદનોથી સમાજમાં તંગદિલી ન સર્જાય તેનું ધ્યાન રાખવા આગેવાનોને અપીલ છે. સમાજમાં દુ:ખની સ્થિતિ સર્જાય તેવા નિવેદનો ન કરો. અમે આજે પણ આ વિશે ચર્ચા કરવાના છીએ.