AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘અમારી સરકાર આવી તો ગુનેગારોને જેલમાં મોકલીશું, આ સરકાર ગેરકાયદેસર’, FIR નોંધાવવા પર આદિત્ય ઠાકરેએ આપી પ્રતિક્રિયા

આદિત્ય ઠાકરેએ કહ્યું કે રાજ્યપાલને લખેલા પત્રનો સાર બસ એટલો જ છે કે તમે મુખ્યપ્રધાનને સમજાવો કે તેમના થોડા જ દિવસો બાકી છે, તે રાજ્ય સરકારને સમજાવે કે રાજ્ય પર ધ્યાન આપો. અન્ય રાજ્યમાં જઈ ચૂંટણી પ્રચાર કરવાનો ફાયદો શું?

'અમારી સરકાર આવી તો ગુનેગારોને જેલમાં મોકલીશું, આ સરકાર ગેરકાયદેસર', FIR નોંધાવવા પર આદિત્ય ઠાકરેએ આપી પ્રતિક્રિયા
aditya thackeray Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 5:06 PM
Share

શિવસેના ઠાકરે જૂથના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર શુક્રવારે અડધી રાત્રે મુંબઈના એન એમ જોશી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરી પુલનું ઉદ્ઘાટન કરવાના મામલે આદિત્ય ઠાકરે અને ઠાકરે જૂથના પદાધિકારીઓ વિરૂદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે. શનિવારે આદિત્ય ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરીને શિંદે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મુખ્યપ્રધાનની પાસે સમય નથી પણ તે જનતા માટે કામ કરતા રહેશે અને જ્યારે તેમની સરકાર બનશે તો તમામ ગુનેગારોને જેલ મોકલશે. તેમને કહ્યું કે આ સરકાર ગેરકાયદેસર છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ સરકાર પોતે જ ગેરકાયદેસર છે. તે બીજાને કેવી રીતે ગેરકાયદેસર જાહેર કરી રહ્યા છે? તેમના ટ્વીટ બાદ મેટ્રોને જનતા માટે ખોલી દેવામાં આવી છે. આ તેમનો વિધાનસભા વિસ્તાર છે. તેમને કહ્યું કે મુખ્યપ્રધાન ગેરકાયદેસર અને અનૈતિક છે. તેમની પાસે જનતા માટે અને રાજ્યના પ્રોજેક્ટસના ઉદ્ઘાટન માટે સમય નથી, તેથી તેને જનતા માટે ખોલી દેવો જોઈએ. જો તે મારી સામે કેસ દાખલ કરી રહ્યા છે તો તેના માટે હું તૈયાર છું. હું જનતા માટે હંમેશા લડતો રહીશ.

જનતા માટે કામ કરતો રહીશ: આદિત્ય ઠાકરે

જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે આદિત્ય ઠાકરેએ પુલનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેને લઈને આદિત્ય ઠાકરે અને સાથે જ શિવસેનાના પદાધિકારી સુનિલ શિંદે અને સચિન આહિર પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેમને કહ્યું કે ગઈકાલે રાત્રે મારા અને મારા સાથીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. લોવર પરેલમાં ડીલાઈ રોડનું કામ 10 દિવસથી પૂર્ણ થઈ ચૂક્યુ છે પણ તેને શરૂ કરવામાં આવ્યો નથી. વીઆઈપીને સમય મળી રહ્યો નથી, તેથી બીએમસીએ અત્યાર સુધી તેને શરૂ કર્યો નથી. મારી સામે જે કામને લઈને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, મારા દાદાજીને તેની પર ગર્વ થતો.

પ્રોજેક્ટસના ઉદ્ઘાટન કરવા સમય નહીં અને બીજા રાજ્યોમાં મુખ્યપ્રધાન કરી રહ્યા છે પ્રચાર

તેમને કહ્યું અમે દર વખતે કહી રહ્યા છીએ કે જ્યારે અમારી સરકાર આવશે તો આ તમામ ગુનેગારોને જેલમાં મોકલીશું. તેથી તેમને પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો અને નવી મુંબઈ મેટ્રો લાઈન શરૂ કરી. આ સરકાર જ ગેરકાયદેસર છે. મુખ્યપ્રધાન પોતાના રાજ્યના પ્રોજેક્ટને શરૂ કરી રહ્યા નથી અને અન્ય રાજ્યોમાં જઈને બીજી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">