Sharad Pawar First Reaction : શરદ પવારે ભત્રીજાના બળવા પર આપી પ્રતિક્રિયા, કહ્યું “નવેસરથી ઉભા થશું”
Maharashtra Politics Crisis : બળવાખોર વલણ અપનાવતા મહારાષ્ટ્રમાં અજિત પવારે કાકા શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા છે.

MUMBAI : મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. NCPના દિગ્ગજ નેતા શરદ પવારને ભત્રીજા અજિત પવારે ઝાટકો આપ્યો છે. આજે તેઓ એનસીપીના 30 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને શિંદે સરકારમાં સામેલ થયા. આ સાથે જ અજિત પવાર સહિત આઠ ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. NCP નેતા અજિત પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ત્યાં હાજર છે. જ્યારે એનસીપીના વડા શરદ પવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ તેનાથી અજાણ હતા.
આ પણ વાંચો : Maharashtra Political Crisis: શરદ પવારનો એ નિર્ણય જેનાથી અજિત પવારે કર્યો બળવો
આ બેઠક વિશે શરદ પવાર હતા અજાણ
NCP નેતા અજિત પવાર બળવો કરીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. અજિત પવાર ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈ ગયા છે. તેમાંથી 8 ધારાસભ્યોએ પણ શપથ લીધા છે. અજીત શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમની ભૂમિકા નિભાવશે.
એનસીપી નેતા અજિત પવારના ઘરે બોલાવવામાં આવેલી એનસીપી નેતાઓની બેઠક અંગે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, મને બરાબર ખબર નથી કે આ બેઠક શા માટે બોલાવવામાં આવી છે, પરંતુ વિપક્ષના નેતા હોવાના કારણે તેમણે ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર છે. તે આ નિયમિત રીતે કરે છે. હું આ બેઠક વિશે વધુ જાણતો નથી.
અમે હજુ પણ મજબૂત છીએ : શરદ પવાર
આ સાથે જ શરદ પવારે ભત્રીજાના રાજદ્રોહ પર કહ્યું કે અમે હજુ પણ મજબૂત છીએ અને ફરી ઉભા થઈશું. જો કે, અજિત પવાર અને શરદ પવાર વચ્ચે અણબનાવના અહેવાલો પહેલાથી જ હતા. આ વર્ષે કર્ણાટક ચૂંટણીમાં જ્યારે NCPએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ત્યારે તેમાં અજિત પવારનું નામ ગાયબ હતું. ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું કે NCPમાં કાકા-ભત્રીજા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું.
ધારાસભ્યોમાંથી 30 દેખીતી રીતે અજિત પવાર સાથે
સૂત્રોનું માનીએ તો અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. રાજ્યમાં NCPના કુલ 53 ધારાસભ્યોમાંથી 30 દેખીતી રીતે અજિત પવાર સાથે છે, જેઓ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. અજિત પવાર દિવસ દરમિયાન મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘દેવગીરી’ ખાતે પાર્ટીના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોને મળ્યા અને પછી રાજભવન પહોંચ્યા અને શપથ ગ્રહણ કર્યા છે. આ બેઠકમાં એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે હાજર હતા.