દિલ્હીમાં ઈઝરાયલ દુતાવાસ બહાર વિસ્ફોટ બાદ મહારાષ્ટ્રમાં સુરક્ષા વધારાઈ

|

Jan 29, 2021 | 11:12 PM

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે(Ajit Pawar) કહ્યું છે કે શુક્રવારે નવી દિલ્હીમાં ઈઝરાયલ દુતાવાસની બહાર થયેલા આઈઈડી બ્લાસ્ટના પગલે મહારાષ્ટ્રમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.

દિલ્હીમાં ઈઝરાયલ દુતાવાસ બહાર વિસ્ફોટ બાદ મહારાષ્ટ્રમાં સુરક્ષા વધારાઈ

Follow us on

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે(Ajit Pawar) કહ્યું છે કે શુક્રવારે નવી દિલ્હીમાં ઈઝરાયલ દુતાવાસની બહાર થયેલા આઈઈડી બ્લાસ્ટના પગલે મહારાષ્ટ્રમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી. જો કે ત્રણ ગાડીઓના કાચ તૂટી ગયા છે. આ અંગે મહારાષ્ટ્રમાં ઉપ મુખ્યમંત્રી અજીત પવારે  ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘ઈઝરાયેલી દુતાવાસ બહાર વિસ્ફોટના પગલે પ્રદેશમાં ગૃહ મંત્રી અને પોલીસ મહાનિર્દેશક સાથે ચર્ચા દરમ્યાન રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે. મુંબઈ અને પુના સાથે રાજ્યમાં સુરક્ષા તંત્રને મજબુત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ પછી મહાનગરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમજ પોલીસે અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ સઘન કરી દીધું છે. આ ઉપરાંત મુંબઈમાં ઈઝરાયેલી વાણિજ્ય દુતાવાસની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ઉલ્લેખનીય છે કે,  દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા ધડાકામાં ત્રણ કારના કાચ તૂટ્યા છે. ઈઝરાયેલના દુતાવાસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ઈઝરાયેલ દુતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટમાં ઈઝરાયેલ દુતાવાસના કોઈ કર્મચારી કે અધિકારી ઘાયલ થયા નથી અને સાથે જ દુતાવાસને બિલ્ડીંગને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે આ બ્લાસ્ટ અંગે વાતચીત કરી જાણકારી મેળવી છે. આ સાથે જ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ પણ આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી છે.

 

આ પણ વાંચો: DELHI IED Blast: ભારતીય રાજદૂતે કહ્યું, ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે

Next Article