Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ
મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ કરવામાં આવી છે,31 ડિસેમ્બરની રાત્રિ અને નવા વર્ષની ઉજવણીના કારણે ભીડ એકત્ર થવાની સંભાવનાને કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Maharashtra Omicron Alert : 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી (New Year celebration)ના કારણે મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના સંક્રમણ વધી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government )નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન હેઠળ કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આ અંતર્ગત મુંબઈમાં આજથી 7 જાન્યુઆરી 2022 સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી
પોલીસે (Police)30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબ સહિત કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી માટે, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ શકે છે. જે કોરોના ચેપને વધુ ફેલાવી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પણ સમગ્ર રાજ્ય માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
Maharashtra | Section 144 imposed in Mumbai starting from today till 7th January 2022, in view of rising Covid cases
Police prohibit New Year’s celebrations, parties in any closed or open space incl restaurants, hotels, bars, pubs, resorts & clubs from Dec 30 Dec till Jan 7.
— ANI (@ANI) December 30, 2021
31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જો હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર 50 ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
આતાશબાજી પર પણ પ્રતિબંધ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. નવા વર્ષ નિમિત્તે કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ મનાઈ છે. આતાશબાજી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.