મહારાષ્ટ્રમાં રમખાણો ભડકાવીને સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર, સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

|

Nov 14, 2021 | 2:38 PM

સંજય રાઉતે સવાલ ઉઠાવ્યો કે ત્રિપુરાની ઘટનાની અસર માત્ર મહારાષ્ટ્રમાં જ કેમ થઈ રહી છે ? યુપીમાં અને મધ્યપ્રદેશમાં કેમ નહિ ? હિન્દુઓ પરના અત્યાચારનો વિરોધ માત્ર મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં જ કેમ દેખાય છે ?

મહારાષ્ટ્રમાં રમખાણો ભડકાવીને સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર, સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Sanjay Raut (File Photo)

Follow us on

Maharashtra : હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધને પગલે અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં હિંસા ફાટી નીકળી. ભાજપના નેતાઓનો આરોપ છે કે રઝા એકેડમીએ મહારાષ્ટ્રની જનતાને ઉશ્કેરી છે. ઉપરાંત રઝા એકેડેમી (Raza Academy) દ્વારા એક પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સમુદાય બરબાદ થઈ રહ્યો છે. આ પછી હિંસાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ આરોપ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ (Nitesh Rane) લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે રઝા એકેડમી મહા વિકાસ અઘાડીની પિલ્લુ છે.

ત્યારે ભાજપ પર પ્રહાર કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) સવાલ ઉઠાવ્યો કે ત્રિપુરાની ઘટનાની અસર માત્ર મહારાષ્ટ્રમાં જ કેમ થઈ રહી છે ? યુપીમાં, મધ્યપ્રદેશમાં કેમ નહિ ? હરિયાણા, કર્ણાટક અને બિહારમાં કેમ નહિ ? હિન્દુઓ પરના અત્યાચારનો વિરોધ માત્ર મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં (Tripura) જ કેમ દેખાય છે ?

મહારાષ્ટ્રમાં રમખાણો ભડકાવીને સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વધુમાં સંજય રાઉતે કહ્યું કે, દેશભરમાં હિન્દુઓ (Hindu) છે, દરેક જગ્યાએ આ વિરોધ થવો જોઈએ. પરંતુ વિરોધ માત્ર અમરાવતી અને મરાઠવાડામાં થાય છે. રઝા એકેડમીનો કુખ્યાત ઈતિહાસ છે. પરંતુ તેની પાસે મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં આ રીતે રમખાણો ભડકાવવાની ક્ષમતા નથી. મહારાષ્ટ્રમાં આ જાણી જોઈને કરવામાં આવ્યુ છે અને મહા વિકાસ અઘાડી સરકાર સરકારને અસ્થિર કરવાનું આ એક ષડયંત્ર છે.

માત્ર મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં જ વિરોધ કેમ ?

જો ક્યાંક હિંદુઓ પર અત્યાચાર થતો હોય તો અન્ય રાજ્યોમાં પણ મોરચો નીકળવો જોઈએ, માત્ર મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં જ કેમ ? કારણ કે મહારાષ્ટ્રને અસ્થિર કરવા (Maharashtra Government) અને દેશમાં તણાવ પેદા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા નથી. તેથી આ વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો !

આ પણ વાંચો: Shilpa Shetty-Raj Kundra Cheating Case: ફરી વધી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલી, નોંધાયો છેતરપિંડીનો કેસ

Published On - 2:36 pm, Sun, 14 November 21

Next Article