AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Wankhede Transferred: સમીર વાનખેડેનું થયું ટ્રાન્સફર, મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટરથી હવે આ વિભાગમાં ગયા

મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી કરવામાં આવી છે. મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. હવે તેમને ડીઆરઆઈ વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

Sameer Wankhede Transferred: સમીર વાનખેડેનું થયું ટ્રાન્સફર, મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટરથી હવે આ વિભાગમાં ગયા
NCB officer Sameer Wankhede (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:03 PM
Share

મુંબઈ NCB (Mumbai NCB) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી (Sameer Wankhede transferred) કરવામાં આવી છે. મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. હવે તેમને ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence-DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

સમીર વાનખેડે મુંબઈ NCBમાં ઝોનલ ડિરેક્ટરના પદ પર આવ્યા પહેલા આ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવાયા હતા. હવે તેમને ફરીથી ડીઆરઆઈમાં મોકલવામાં આવ્યા છે.

મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પરંતુ તેમની મુંબઈ એનસીબીમાંથી બદલી કરવી અથવા એનસીબીમાં જ એક્સટેન્શન આપવું તે અંગેના નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો હતો. આ પ્રશ્ન મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ભાજપના એક મોટા નેતા સમીર વાનખેડે માટે દિલ્હી જઈને લોબિંગ કરી રહ્યા છે. તેમને મુંબઈ NCBમાં જાળવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે તેમને લઈને નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. એક દિવસ પહેલા તેમણે ઉઠાવેલા સવાલ બાદ આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે.

નવાબ મલિકે ભાજપના નેતા પર વાનખેડે માટે લોબિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો

આ પહેલા રવિવારે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી વચ્ચે સાંઠગાંઠનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના મોટા નેતાઓ સમીર વાનખેડેને તેમના પદ પર જાળવી રાખવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એક અઠવાડિયાથી આ સ્ટોરી પ્લાન કરવામાં આવી રહી છે કે સમીર વાનખેડે એક્સટેન્શનની માંગ નહીં કરે.

પરંતુ મને માહિતી મળી છે તે મુજબ મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ તેમની પોસ્ટિંગ અહીં લંબાવવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. તમામ પ્રકારના ગેરકાયદેસર કામ કરવાની આ અધિકારી પર ફરિયાદો અને અહેવાલો છતાં ભાજપના નેતાઓ તેને મુંબઈમાં જાળવી રાખવા આતુર છે. તેનો અર્થ શું છે? શું રિકવરી ગેંગમાં તેમની સંડોવણી છે?

નવાબ મલિકે પૂછ્યું, ‘સમીર વાનખેડેનું એક્સટેન્શન 31મીએ પૂરું થયું ત્યારે તેમને કેમ રિલીવ કરવામાં ન આવ્યા? અથવા તેમને કેમ એક્સટેન્શન આપવામાં ન આવ્યું? આ અંગેનો નિર્ણય કેમ પેન્ડિંગ રાખવામાં આવ્યો? થવા દો… વાનખેડેને અહીં રાખવામાં આવે તો સારું જ છે. મને તેમની છેતરપિંડી બહાર લાવવાનો મોકો મળશે.

વાનખેડેના ટ્રાન્સફરમાં વિલંબના પ્રશ્નનો ભાજપે જવાબ આપ્યો હતો

જવાબમાં ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ભાજપ અધિકારીઓની બદલી કરતું નથી, નવાબ મલિકે તેમની પાર્ટીના નેતાઓ વિશે કહ્યું હતું કે અન્ય પક્ષોના નેતાઓ પર તમારી જીભનો ઉપયોગ કરશો નહીં. તેણે એમ પણ કહ્યું કે નવાબ મલિકે જે કહ્યું તે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી.

આ પણ વાંચો :  Breaking News: મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વર્ગો બંધ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">