સમીર વાનખેડેની વધી મુશ્કેલીઓ, વાનખેડેના પહેલા લગ્નના સાક્ષી મૌલાના મુઝમ્મિલે કર્યો ચોંકાવનારો દાવો

મૌલાના મુઝમ્મિલે દલીલ કરી છે કે જો સમીર તે સમયે મુસ્લિમ ન હોય તો કાઝીએ તેના નિકાહ ન કરાવ્યા હોત. વધુમાં કહ્યુ કે, યાની ધર્મમાં જો છોકરો અને છોકરી મુસ્લિમ ન હોય તો કાઝી લગ્ન માટે તૈયાર થતા નથી અને તે લગ્ન પણ સ્વીકારવામાં આવતા નથી.

સમીર વાનખેડેની વધી મુશ્કેલીઓ, વાનખેડેના પહેલા લગ્નના સાક્ષી મૌલાના મુઝમ્મિલે કર્યો ચોંકાવનારો દાવો
Sameer Wankhede (File Photo)

Sameer Wankhede Case:  NCPના રાષ્ટ્રીય પ્રવક્તા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર રોજ નવા ખુલાસા કરી રહ્યા છે. નવાબ મલિકનો (Nawab Malik) દાવો છે કે, સમીર વાનખેડે મુસ્લિમ છે અને તેના પિતાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. સમીર વાનખેડેએ નોકરીમાં અનામતનો લાભ લેવા માટે પોતાને અનુસૂચિત જાતિ તરીકે બનાવટી દસ્તાવેજો થકી નોકરી મેળવી છે.

આર્યન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે વિવાદોમાં ફસાયા

નવાબ મલિકે સમીર વાનખેડેનું જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) પણ જાહેર કર્યું હતું. જો કે સમીર વાનખેડેના પરિવાર દ્વારા નવાબ મલિક દ્વારા જારી કરાયેલ બર્થ સર્ટિફિકેટને ખોટું ઠેરવવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે સમીર વાનખેડેની માતા ભલે મુસ્લિમ હોય, પરંતુ તેના પિતા અને સમીર પોતે હિન્દુ (Hindu) છે.જ્યારે આજે તેણે સમીર વાનખેડેના પહેલા લગ્નના નિકાહનામાની તસવીર ટ્વિટ પર શેર કરીને સમીર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સાક્ષી મૌલાના મુઝમ્મિલ અહેમદે ચોંકાવનારો દાવો કર્યો

મૌલાના મુઝમ્મિલ અહેમદે દાવો કર્યો છે કે, સમીર વાનખેડેના પ્રથમ લગ્ન ડૉ. શબાના કુરેશી (Shabana Qureshi) સાથે થયા ત્યારે તે મુસ્લિમ હતો. તેના પિતા પણ મુસ્લિમ હતા. પિતાનું નામ ઝાહિદ કુરેશી અને સમીરનું પૂરું નામ સમીર દાઉદ વાનખેડે હોવાનું સામે આવ્યું હતું. મૌલાના મુઝમ્મિલે જણાવ્યુ કે, જો સમીર તે સમયે મુસ્લિમ ન હોત તો કાઝીએ નિકાહ ન કરાવ્યા હોત.

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે સમીર હિંદુ હોવાનો દાવો કર્યો

નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી ક્રાંતિ રેડકરે (Kranti Redkar)જણાવ્યુ હતુ કે, સમીર અગાઉ પણ હિન્દુ હતો.આજે પણ હિન્દુ જ છે. તે ક્યારેય મુસ્લિમ નહોતો. વધુમાં કહ્યુ કે, મારા સાસુ ચોક્કસપણે મુસ્લિમ હતા. તેણે નિકાહનામા કરાવ્યા હતા. હવે તેમાં શું નામ મૂકવામાં આવ્યું હતું, તેમના લગ્ન કેવા નિકાહનામા હતા, મને તેની ખબર નથી. એટલા માટે મૌલાના શું કહી રહ્યા છે તેના વિશે હું કંઈ કહી શકતો નથી. પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે મારા પતિ અને સસરા બંને હિન્દુ છે.

 

આ પણ વાંચો: વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ 

આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati