નુપુર શર્માનો પક્ષ લેવા બદલ બબાલ, પથ્થરમારો અને તોડફોડ પછી 24 લોકોની ધરપકડ, ઉપદ્રવીઓએ શિવસેના નેતાની ઓફિસમાં કરી તોડફોડ

|

Jun 12, 2022 | 7:02 PM

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના (Nupur Sharma) સમર્થનમાં WhatsApp સ્ટેટસ રાખવાને લઈને મધ્યરાત્રિએ શરૂ થયેલા હોબાળામાં ઝેંડાચોક મરી માતા મંદિર વિસ્તારમાં ઉગ્ર પથ્થરમારો થયો હતો.

નુપુર શર્માનો પક્ષ લેવા બદલ બબાલ, પથ્થરમારો અને તોડફોડ પછી 24 લોકોની ધરપકડ, ઉપદ્રવીઓએ શિવસેના નેતાની ઓફિસમાં કરી તોડફોડ
Maharashtra Police (Symbolic picture)

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) નંદુરબાર જિલ્લાના અક્કલ કુઆમાં શનિવારે રાત્રે બબાલ થઈ હતી. જ્યાં રાત્રે 1 વાગ્યા બાદ લોકોએ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. અક્કલકુવાના ઝેંડા ચોક બજારપેઠ તલોડા નાકા મરી માતા મંદિર પરિસર વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ વિસ્તારોમાં પથ્થરમારો અને તોડફોડની ઘણી ઘટનાઓ બની છે. એક વ્યક્તિએ નુપુર શર્માની તરફેણમાં વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું. જે બાદ મામલો પોલીસ સ્ટેશનમાં ગયો હતો. જ્યાં પોલીસે તે વ્યક્તિને તેમજ સામા પક્ષને સમજાવીને પરત મોકલી દીધો હતો. પરંતુ રસ્તામાં પરત ફરતી વખતે લોકો રોષે ભરાયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આવી સ્થિતિમાં લગભગ એક કલાક સુધી આ બધું ચાલ્યું. જે બાદ પોલીસે બળપ્રયોગ કરીને લોકોને હટાવ્યા હતા.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી છે. તેમજ કેસ પણ નોંધવામાં આવ્યો છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે. આ દરમિયાન તોફાનીઓએ પથ્થરમારો પણ કર્યો હતો અને હિંદુ વસાહતમાં તોડફોડ કરી હતી. આ સાથે નંદુરબાર જિલ્લામાં શનિવારે રાત્રે થયેલા હંગામામાં લોકોએ શિવસેનાના વિધાન પરિષદના ઉમેદવાર અમાશય પાડવીના કાર્યાલયમાં પણ તોડફોડ કરી હતી. મોડી રાત્રે થયેલા હંગામામાં અમાશયની ઓફિસ પર પણ ભારે પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલામાં નંદુરબાર પોલીસે અલગ એફઆઈઆર નોંધી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં WhatsApp સ્ટેટસ રાખવાને લઈને મધ્યરાત્રિમાં શરૂ થયેલા હોબાળામાં વસાહતોને નિશાન બનાવી હતી. જેમાં ઝેંડાચોક મરી માતા મંદિર વિસ્તારમાં ઉગ્ર પથ્થરમારો થયો હતો. તે દરમિયાન લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, જ્યાં સુધી સામા પક્ષના લોકોએ આ પથ્થરમારો અને તોડફોડ અંગે કોઈ પ્રતિક્રિયા આપે ત્યાં સુધી એસઆરપીએફ, રાયોટ કંટ્રોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સાથે એસપી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા. જે બાદ પથ્થરમારો કરનારા ટોળાને કોઈક રીતે દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની ટીપ્પણી બાદ વિવિધ સ્થળોએ ઉગ્ર દેખાવોની ઘટના સામે આવી છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ વિભાગ પણ સતર્ક બન્યુ છે.

Next Article