મસ્જિદોના લાઉડસ્પીકર સરકાર બંધ કરાવે, નહીં તો મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશેઃ રાજ ઠાકરે

|

Apr 03, 2022 | 8:58 AM

રમઝાનના અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાં વગાડતા લાઉડસ્પીકર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

મસ્જિદોના લાઉડસ્પીકર સરકાર બંધ કરાવે, નહીં તો મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશેઃ રાજ ઠાકરે
Raj Thackeray (file photo)

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena) પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) રમઝાન પર્વ પર મોટું નિવેદન આપ્યું છે. MNS પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે માંગ કરી હતી કે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરી દેવા જોઈએ. રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી શકે છે. વાજી પાર્કમાં ગુડી પડવા પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે ? જો આને રોકવામાં નહીં આવે, તો મસ્જિદોની બહારના સ્પીકરો પર હનુમાન ચાલીસા (Hanuman Chalisa) વધુ મોટા અવાજમાં વગાડવામાં આવશે… હું કોઈ ધર્મનો વિરોધી નથી.’

મદરેસાઓ પર દરોડા

રાજ ઠાકરેએ મુંબઈની મુસ્લિમ ઝૂંપડપટ્ટીની મદરેસાઓમાં પાકિસ્તાની સમર્થકોની હાજરીની વાત કરી છે. રાજ ઠાકરે અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘હું પીએમ મોદીને મુસ્લિમ ઝૂંપડીઓમાં મદરેસાઓ પર દરોડા પાડવાની અપીલ કરું છું. આ ઝૂંપડીઓમાં પાકિસ્તાની સમર્થકો રહે છે. મુંબઈ પોલીસ જાણે છે કે ત્યાં શું થઈ રહ્યું છે…અમારા ધારાસભ્યો તેનો ઉપયોગ વોટ બેંક માટે કરી રહ્યા છે, આવા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી, પણ ધારાસભ્યો તેને બનાવી આપે છે.

યુપી સરકારની પ્રશંસા

ઉત્તર પ્રદેશની યોગી સરકારના વખાણ કરતાં રાજ ઠાકરેએ કહ્યું, ‘મને એ જોઈને આનંદ થાય છે કે ઉત્તર પ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે. અમે મહારાષ્ટ્રમાં પણ એવો જ વિકાસ ઈચ્છીએ છીએ. હું અયોધ્યા જઈશ, પણ આજે નહીં કહું ક્યારે, હિન્દુત્વની પણ વાત કરીશ. હિંદુત્વના મુદ્દે રાજ ઠાકરેએ, શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું, ‘શરદ પવારે જાતિવાદ વધાર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ રાજ્યમાં જાતિના આધારે લોકોને વિભાજિત કર્યા. જો તમે જાતિના રાજકારણમાંથી બહાર નહીં આવો તો તમે હિન્દુ કેવી રીતે બનશો?

આ પણ વાંચોઃ

કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન

આ પણ વાંચોઃ

આકાશમાં જોવા મળેલ પ્રકાશિત રેખા ઉલ્કા કે પછી ચીનનું રોકેટ ? જાણો શું છે એસ્ટ્રોનોમરનું અનુમાન

Published On - 8:57 am, Sun, 3 April 22

Next Article