AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજાન પર આપતિ : રાજ ઠાકરે આજથી પુણેની મુલાકાતે, સામૂહિક રીતે હનુમાન ચાલીસાના થશે પાઠ

પૂણેમાં આવતીકાલે હનુમાન જયંતિ (Hanuman Jayanti) નિમિત્તે રાજ ઠાકરે દ્વારા આયોજિત મહા આરતીને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે.

અજાન પર આપતિ : રાજ ઠાકરે આજથી પુણેની મુલાકાતે, સામૂહિક રીતે હનુમાન ચાલીસાના થશે પાઠ
Raj Thackeray (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:20 AM
Share

MNS વડા રાજ ઠાકરેની પુણેની (Raj Thackeray Pune Visit) મુલાકાત આજથી શરૂ થઈ રહી છે. આ પ્રવાસમાં પ્રથમ વખત રાજ ઠાકરેની (Raj Thackeray) હાજરીમાં સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. 16 એપ્રિલે હનુમાન જયંતિ નિમિત્તે પુણેના ઉલકર તાલીમ ચોક સ્થિત મારુતિ મંદિર ખાતે સાંજે 6 કલાકે તેમના હસ્તે મહા આરતી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હનુમાન જયંતિને (Hanuman Jayanti)  લગતા કાર્યક્રમો દિવસભર ચાલશે.

અજાન મુદ્દે રાજકારણ ગરમાયુ

17મી એપ્રિલે રવિવારે સાંજે 7 થી 11 દરમિયાન મહાપ્રસાદનો કાર્યક્રમ છે. આ દરમિયાન રાજ ઠાકરેની પુણે મુલાકાતને લઈને દરેક જગ્યાએ ખાસ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં તેમને ‘હિંદુ જનનાયક’ તરીકે દર્શાવવામાં આવ્યા છે.રાજ ઠાકરેએ(Raj Thackeray)  મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3જી મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loudspeaker) હટાવવામાં નહીં આવે તો તેમના કાર્યકરો દ્વારા મસ્જિદોની સામે અને વિવિધ સ્થળોએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે અને ગાવામાં આવશે. આવી સ્થિતિમાં મહા વિકાસ અઘાડીના નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.

રાજ ઠાકરેની હાજરીમાં સામૂહિક હનુમાન ચાલીસા

અજાન મુદ્દે રાજકારણ ગરમાયુ છે. પૂણેમાં આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે રાજ ઠાકરે દ્વારા આયોજિત મહા આરતીને તેમની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલના રોજ રાજ ઠાકરેએ મુંબઈના દાદર શિવાજી પાર્કમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ શરૂ કરી હતી. આ પછી મામલો કર્ણાટક, બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો.

રાજ ઠાકરેએ થાણેની રેલીમાં ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. અને હવે પુણેની મહા આરતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે, આ મુદ્દો હવે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Maharashtra : ‘લાઉડસ્પીકર’ વિવાદને પગલે રાજ ઠાકરેની પાર્ટીમાં ભંગાણ, પ્રદેશ સચિવ ઈરફાન શેખે પાર્ટીને કહ્યું અલવિદા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">