તપાસમાં સહકાર નથી આપી રહ્યા Raj Kundra, શું હવે પોલીસની લાકડી ખોલાવશે પોર્ન વીડિયોનું રહસ્ય?

પોલીસ રાજ કુંદ્રાની પૂછપરછ કરી રહી છે, તે તેનો યોગ્ય જવાબ નથી આપી રહ્યો. રાજ પોલીસને કોઈપણ રીતે સહકાર આપી રહ્યો નથી.

  • Publish Date - 8:59 pm, Thu, 22 July 21 Edited By: Hiren Buddhdev
તપાસમાં સહકાર નથી આપી રહ્યા Raj Kundra, શું હવે પોલીસની લાકડી ખોલાવશે પોર્ન વીડિયોનું રહસ્ય?
Raj Kundra

અભિનેત્રી શિલ્પા શેટ્ટી (shilpa shetty)ના પતિ રાજ કુંદ્રા (raj kundra)ની હાલમાં ધરપકડ કરવામાં આવી છે.  હકીકતમાં રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે કુંદ્રાને 23 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. જેલમાં હોવા છતાં પણ રાજ કુંદ્રાનું વલણ ઓછું થયું નથી. સમાચારો અનુસાર જેલની હવા ખાતો રાજ કુંદ્રા હજી પણ તેના ઘમંડથી બહાર આવ્યો નથી. રાજ કુંદ્રા પૂછપરછમાં પોલીસને સહકાર આપી રહ્યો નથી.

 

રાજ શું કામ નથી આપી રહ્યા પોલીસને સહયોગ

એક સમાચાર અનુસાર પોલીસ રાજ કુંદ્રાની પૂછપરછ કરી રહી છે, તે તેનો યોગ્ય જવાબ નથી આપી રહ્યો. રાજ પોલીસને કોઈપણ રીતે સહકાર આપી રહ્યો નથી. રાજ કેમ આ કરી રહ્યો છે તે પણ પોતાનામાં એક સવાલ છે. કદાચ રાજ કુંદ્રાને લાગે છે કે તે જેલમાંથી છૂટી જશે તો તે પોલીસને સહયોગ કેમ કરે? જો કે પોલીસ પાસે રાજ વિરુદ્ધ પૂરતા પુરાવા છે, પરંતુ રાજ માટે હવે બચવું સરળ રહેશે નહીં.

 

 

એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે રાજ પોલીસને સહકાર ન આપીને પત્ની શિલ્પા શેટ્ટીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ સમાચાર સતત આવી રહ્યા છે કે પોલીસ શિલ્પાની પણ પૂછપરછ કરી શકે છે. જો રાજ પોલીસની સામે કોઈ પણ રીતે શિલ્પાનું નામ લે તો શિલ્પાને બચવું સરળ નહીં રહે. જો રાજ પોલીસને સહયોગ નહીં કરે તો પોલીસ કડક વર્તન પણ કરી શકે છે.

 

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે શિલ્પા શેટ્ટીને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા બોલાવવામાં આવી શકે છે. જો કે હજી સુધી ક્રાઈમ બ્રાંચની તરફથી આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે આ મામલે શિલ્પાના પતિ રાજ કુંદ્રાનો આ કેસ ફેબ્રુઆરી મહિનામાં સામે આવ્યો હતો.

 

તે સમયથી ક્રાઈમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી હતી. ફેબ્રુઆરીમાં પોલીસે દરોડામાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. તેના પર પોર્ન ફિલ્મ્સના શૂટિંગનો આરોપ હતો. જ્યારે પોલીસ તપાસ આગળ વધી ત્યારે જાણવા મળ્યું કે આ રેકેટ અમેરિકા અને બ્રિટનમાં ફેલાયું છે.

 

આ પણ વાંચો: ખોટા કામ કરતા રંગે હાથે ઝડપાયા આ 9 સેલેબ્સ અને મિનિટોમાં ખોઈ ઈજ્જત!