AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા

રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે(Darshana Jardosh) 13મી સપ્ટેમ્બરના રોજ ચર્ચગેટ મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના (Western Railway)  મુખ્યાલય ખાતે પશ્ચિમ અને મધ્ય રેલવેના વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. જ્યાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા અને નરેશ લાલવાણી તેમજ મધ્ય રેલવેના જનરલ મેનેજર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા
Darshal Raval
| Edited By: | Updated on: Sep 14, 2023 | 3:18 PM
Share

Railway News : રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે (Darshana Jardosh) 13મી સપ્ટેમ્બરના રોજ ચર્ચગેટ મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના (Western Railway)  મુખ્યાલય ખાતે પશ્ચિમ અને મધ્ય રેલવેના વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. જ્યાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા અને નરેશ લાલવાણી તેમજ મધ્ય રેલવેના જનરલ મેનેજર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- લો બોલો ! જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીની જગ્યાએ પથારીમાં જોવા મળ્યો શ્વાન, જુઓ Video

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, MoSR દર્શના જરદોશેને પશ્ચિમ અને મધ્ય રેલવે બંનેના વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા નવીનતમ વિકાસ, માળખાગત પ્રોજેક્ટ્સ વગેરે ટ્રેન સંબંધિત વિગતો વિશે માહિતી આપવામાં આવી હતી.

મંત્રી દર્શના જરદોષે ઉધના-સુરત થર્ડ લાઇન, ઉજ્જૈન-દેવાસ-ઇન્દોર ડબલિંગ, રાઉ-ડૉ. આંબેડકર નગર ડબલીંગ, છોટા ઉદેપુર-ધાર નવી લાઈન, રાજકોટ-કાનાલુસ ડબલીંગ, પાલનપુર – મહેસાણા ડબલીંગ, ભુજ – નલિયા ગેજ કન્વર્ઝન વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા વિવિધ રેલવે સંબંધિત મુદ્દાઓની પણ ચર્ચા કરી અને મૂલ્યવાન સૂચનો અને મળેલા પ્રતિભાવો શેર કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી દર્શના જરદોશે ગત વર્ષના સમાન સમયગાળામાં હાંસલ કરતા વર્તમાન વર્ષમાં જુલાઈ 2023 સુધી ઉત્તમ ફ્રેઈટ લોડિંગ કામગીરી માટે પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગ અને મધ્ય રેલવેના મુંબઈ અને નાગપુર વિભાગોને પણ પુરસ્કાર આપ્યા હતા.

બીજી તરફ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશ ખબર મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રવાસીઓને સરકારે એક મહત્વની ભેટ આપી છે. અમદાવાદથી લાંબા અંતરની 6 ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે માહિતી આપતા કહ્યું કે, લાંબા અંતરની 6 ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવામાં આવશે. અમદાવાદ-પટના એક્સપ્રેસ સહિત 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે જેથી મુસાફરોમાં હવે ખુશીની લહેર જોવા મળી રહી છે.

જે છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવામાં આવી છે તેમાં અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ, અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ અને નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી હવે સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી જવું પડશે નહીં. ટ્રેનની મુસાફરી કરનાર લોકોને હવે લાંબા અંતરની મુસાફરી માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા નહીં પડે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">