લો બોલો ! જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીની જગ્યાએ પથારીમાં જોવા મળ્યો શ્વાન, જુઓ Video
દર્દી સાથે બેડ પર શ્વાન પણ જોવા મળે તો ચોંકવાની જરુર નથી. જી હા, સામે આવેલા દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. જામનગરની હોસ્પિટલની પથારીએ માત્ર દર્દીઓ જ નહીં, પરંતુ શ્વાન પર જાણે કે સારવાર લઇ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.આપને જણાવી દઇએ કે આ એ જ જીજી હોસ્પિટલ છે. જ્યાં અગાઉ હોસ્પિટલમાં આખલો જોવા મળ્યો હતો.
Jamnagar : આમ તો હોસ્પિટલમાં દર્દીઓ જ દાખલ થતાં હોય છે, પરંતુ જો વાત જામનગરની હોય તો, અહીં દર્દી સાથે બેડ પર શ્વાન પણ જોવા મળે તો ચોંકવાની જરુર નથી. જી હા, સામે આવેલા દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. જામનગરની હોસ્પિટલની પથારીએ માત્ર દર્દીઓ જ નહીં, પરંતુ શ્વાન પર જાણે કે સારવાર લઇ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.
આપને જણાવી દઇએ કે આ એ જ જીજી હોસ્પિટલ છે. જ્યાં અગાઉ હોસ્પિટલમાં આખલાની એન્ટ્રી જોવા મળી હતી. ત્યારે આખલા બાદ હવે શ્વાનનો વીડિયો હોસ્પિટલના નઠોર તંત્રની ચાડી ખાઇ રહ્યો છે. આ મામલે જ્યારે હોસ્પિટલ સત્તાધીશોને પુછાયું તો એ જ જૂનો, જાણીતો જવાબ આપ્યો ઘટના અંગે તપાસ થશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
તો એવું નથી કે રખડતા શ્વાનની આ કોઇ પહેલી ઘટના હોય છે. અગાઉ પણ જીજી હોસ્પિટલમાં પશુઓ જોવા મળ્યા હતા. આમ સરકારી હોસ્પિટલમાં નઠોર તંત્રના પાપે હવે તો રસ્તા પર જ નહીં પણ હોસ્પિટલમાં પણ રખડતા પશુઓ પગપેસારો કરી રહ્યા છે. આ દ્રશ્યો આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. આશા રાખીએ કે આરોગ્ય વિભાગ હવે જાગે અને હોસ્પિટલોમાં પશુઓના પ્રવેશ પર રોક લગાવે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો