AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપી હતી. જેથી મહત્તમ લોકો તેનો ફાયદો લઇ શકે.

Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:15 PM
Share

દિવાળી (Diwali)નો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને દેશવાસીઓએ નવા વર્ષની ઉજવણી પણ કરી લીધી છે, ત્યારબાદ ભાઈબીજ પછી હવે છઠ પૂજાનો અવસર પણ નજીક છે. સુરત (Surat)ના ઘણા લોકો ખાસ છઠ પૂજાની ઉજવણી માટે ગામડે જાય છે, આવી સ્થિતિમાં સરકાર દ્વારા તેમના જવા માટે ખાસ સુવિધા કરવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ ગામમાં જતા લોકો માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે, જેની માહિતી સાંસદ દર્શના જરદોષે (Darshna Jardosh) પોતાની ફેસબુક પોસ્ટ પર આપી હતી.

તેમની ફેસબુક પોસ્ટમાં સાંસદે છઠ પર્વ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી અને કહ્યું, “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ? જેના માટે બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એવું તેમણે પોસ્ટમાં લખ્યું હતું. આ પછી તેમણે છઠના તહેવાર પર ગામ જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેનો વિશે દરેકને માહિતી આપી.

દર્શના જરદોશે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિવાળી અને છઠ પૂજા દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ 30.11.2021 સુધી 173 ટ્રિપ્સ માટે કુલ 51 હોલિડે સ્પેશિયલ ટ્રેનોને સૂચિત કરી છે. ભારતીય રેલ્વે તમને તમારા પરિવાર સાથે તહેવારોની મોસમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

40 હોલિડે સ્પેશિયલ ટ્રેનો સુરત/ઉધના ખાતે ઉભી રહેશે, જેનાથી પોતાના વતન જવાની મુસાફરી વધુ સરળ બનશે. યુપી, બિહાર, ઝારખંડ અને ગોવા તરફ જતી 7 ટ્રેનો સુરત/ઉધના/વલસાડથી દોડશે.

સુરત – હટિયા (ઝારખંડ) સુરત – કરમાલી (ગોવા) સુરત સુબેદારગંજ (યુપી) ઉધના – છપરા (બિહાર) ઉધના – દાનાપુર (બિહાર) સુરત – દાનાપુર (બિહાર) વલસાડ – ગોરખપુર (યુપી)

આ તમામ નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાની ટ્રેનો છે જે સમયપત્રક મુજબ દોડે છે. આમ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપી હતી. જેથી મહત્તમ લોકો તેનો ફાયદો લઈ શકે. નોંધનીય છે કે દિવાળી પછી છઠ પૂજા માટે પોતાના વતન જનારા લોકોની સંખ્યા સુરતમાં સૌથી વધારે છે.

આ પણ વાંચો :Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : Surat: મંત્રી મુકેશ પટેલને મળી પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ફરિયાદ, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ‘વાહ’

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">