Raigad Satara Landslide: મહાડમાં 38 મોત બાદ પોલાદપુરમાં જમીન ધસવાથી 11 મોત, સાતારામાં 12 મોત સાથે એક દિવસમાં 136નાં મોત

|

Jul 24, 2021 | 7:29 AM

મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલન(Land Slide)ને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં

Raigad Satara Landslide: મહાડમાં 38 મોત બાદ પોલાદપુરમાં જમીન ધસવાથી 11 મોત, સાતારામાં 12 મોત સાથે એક દિવસમાં 136નાં મોત
Landslide in Poladpur after 38 deaths in Mahad, 136 death in one day at maharashtra

Follow us on

Raigad Satara Landslide: છેલ્લા બે દિવસમાં થયેલા મહારાષ્ટ્ર(Maharashtra)માં થયેલા વરસાદથી લોકો પર કહેર છવાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલન(Land Slide)ને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. રાયગઢના તાલિયા ગામમાં ભૂસ્ખલન બાદ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે ગામની મુલાકાત લીધી હતી. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાયગઢના તિલાય ગામમાં ભૂસ્ખલનની ઘટનામાં 33 મૃતદેહો મળી આવ્યા છે અને 52 લાપતા છે.

આ દુર્ઘટનામાં કુલ 32 મકાનો ધરાશાયી થયા છે. શિંદેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. સરકારે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે, તમને જણાવી દઈએ કે શુક્રવારે રાયગઢ જિલ્લામાં અતિશય વરસાદને કારણે મહાડ તાલુકા (બ્લોક) ના તાલિયા ગામે મોટો અકસ્માત થયો હતો.

પર્વતની તિરાડથી આખું ગામ નાશ પામ્યું હતું. અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે સરકારે અત્યાર સુધીમાં 33 મૃતદેહોની પ્રાપ્તિની પુષ્ટિ કરી છે. શુક્રવારે સાંજે 4 વાગ્યે, પથ્થર ધસી ગયો હતો અને 32 મકાનો પર પડી ગયો હતો. જેના કારણે આટલું મોટું જાન-માલનું નુકસાન થયું હતું. હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની સંભાવના છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

84452 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ભારે વરસાદ અને નદીઓના વહેણને કારણે, 84,452 લોકોને પશ્ચિમ મહારાષ્ટ્રના પુના વિભાગમાં સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, તેમાંથી 40,000 થી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. અધિકારીઓએ કહ્યું કે કોલ્હાપુર શહેર નજીક પંચગંગા નદી 2019માં આવેલા પૂરના સ્તરથી ઉપર વહી રહી છે.

Published On - 7:27 am, Sat, 24 July 21

Next Article