Pune News : લગ્ન પછીની ખુશી દુ:ખમાં ફેરવાઈ ! કૂવામાં પડી તેજ રફતાર વાળી રિક્ષા
મહારાષ્ટ્રમાં એક નવપરિણીત યુગલ લગ્ન બાદ ભગવાનના દર્શન કરવા ગયું હતું. જ્યારે તેઓ દેવ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સ્પીડને કારણે ઓટો બેકાબુ થઈ ગઈ હતી અને સીધી રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી હતી.
મહારાષ્ટ્રમાં મુસાફરોથી ભરેલી ઓટો રિક્ષા કૂવામાં પડી. કૂવામાં પડી જવાથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે ઓટો સવારો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓટોમાં એક નવવિવાહિત કપલ પણ બેઠેલું હતું જેનું કરૂણ મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ સિવાય ઓટોમાં મુસાફરી કરી રહેલી અન્ય એક મહિલાનું પણ મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : Mumbai News : મુસાફરોના જીવ પડીકે બંધાયા, લોકોએ કરી હતી આવી માગ, ડ્રાઇવર નહીં-કંડક્ટર બસ ચલાવશે, જાણો શું છે સત્ય
ડ્રાઈવરે ઓટો પરનો કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ નવપરિણીત યુગલ ભગવાનના દર્શન કરવા પુણેના જેજુરી ગયા હતા. તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધાયરીથી જેજુરી આવેલા નવપરિણીત યુગલ ઓટોમાં પરત જઈ રહ્યા હતા. તેના સિવાય ઓટોમાં અન્ય ત્રણ લોકો પણ હતા. ઓટોમાં કુલ 5 લોકો સવાર હતા. તેઓ ધાયરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં વધુ સ્પીડના કારણે ડ્રાઈવરે ઓટો પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન ઓટો રોડની બાજુમાં આવેલા કૂવામાં પડી હતી.
કૂવામાં પડેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા
આ ઘટના રાત્રે 8 થી 8.30ની વચ્ચે બની હોવાનું કહેવાય છે. જ્યારે ઓટો પડી ત્યારે સ્થળ પર ઉભેલા કેટલાક લોકોએ તેને જોઈ અને પોલીસને જાણ કરી હતી. પુલીલ ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી કૂવામાં પડેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે તેમના મૃતદેહ બહાર કાઢ્યા અને તેમના પરિવારજનોને જાણ કરી.
ક્રેન મંગાવી ઓટોને પાણીમાંથી બહાર કાઢી
બીજા દિવસે સવારે પોલીસે ક્રેન મંગાવી ઓટોને પાણીમાંથી બહાર કાઢી. આ દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઓટો રિક્ષાને ક્રેન સાથે બાંધીને બહાર કાઢી હતી. મૃતકોના સંબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. પોલીસે નજીકમાં ઉભેલા લોકોની પણ પૂછપરછ કરી છે.