Prashant Kishor અને Sharad Pawar વચ્ચે મુલાકાત, 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારીઓ અંગે અટકળો

પ્રશાંત કિશોર (Prashant Kishor) અને શરદ પવાર (Sharad Pawar) વચ્ચે થયેલી મુલાકાત અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શરદ પવારને UPA અધ્યક્ષની સાથે સાથે વિપક્ષનો મુખ્ય ચહેરો બનાવવાની આ કવાયત છે.

Prashant Kishor અને Sharad Pawar વચ્ચે મુલાકાત, 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારીઓ અંગે અટકળો
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 6:29 PM

Mumbai : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) અને NCP સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) વચ્ચે મુલાકાત થઇ છે. આ બંનેની મુલાકાતને લઈને અનેક પ્રકારની રાજકીય અટકળો કરવામાં આવી રહી છે. એ રીતે આ બેઠક ને વિપક્ષી મોરચાની 2024ની લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓની દૃષ્ટિએ પણ જોવામાં આવી રહી છે.

પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે મુલાકાત પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી વ્યૂહરચનાના કામમાંથી વિરામ લેનારા પ્રશાંત કિશોર (Prashant Kishor) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) વચ્ચે 11 જૂન, શનિવારે લગભગ 4 કલાકની લાંબી બેઠક થઇ હતી. શરદ પવારના મુંબઈના સિલ્વર ઓક બંગલે યોજાયેલી આ બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે.

સત્તાવાર રીતે આ બેઠક બંગાળ અને તમિળનાડુની ચૂંટણી બાદ ભાજપ સામે વિપક્ષને મળેલી જીત અને મમતાના સમર્થન માટે આભારવિધિ અંગેની માનવામાં આવી રહી છે. પ્રશાંત કિશોર (Prashant Kishor) ના નજીકના સૂત્રો કહે છે કે પ્રશાંત કિશોર ચૂંટણીમાં મમતા બેનર્જી અને એમ.કે. સ્ટાલિનને ટેકો આપનાર દરેક નેતાને મળશે. બંને નેતાઓએ તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારીઓ પ્રશાંત કિશોર (Prashant Kishor) અને શરદ પવાર (Sharad Pawar) વચ્ચે થયેલી મુલાકાત અંગે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે. પ્રશાંત કિશોર NCP સાથે વ્યૂહરચનાકાર તરીકેની બીજી ઇનિંગની શરૂઆત કરી શકે છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શરદ પવારને UPA અધ્યક્ષની સાથે સાથે વિપક્ષનો મુખ્ય ચહેરો બનાવવાની આ કવાયત છે.

વિપક્ષી પાર્ટીઓમાં ચર્ચા છે કે 2024 ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ની સામે વિપક્ષનો ચહેરો કોણ હશે. આ પ્રશ્નને લઈને પણ પ્રશાંત કિશોર અને પવારની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકને મમતા બેનાર્જીની વ્યૂહરચના સાથે પણ જોડવામાં આવી રહી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં NCP અને Congress સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલી શિવસેના (Shivsena)ના નેતા સંજય રાઉતે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે વિરોધી પક્ષોના ગઠબંધનની રચના માટે વાતચીત શરૂ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">