AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ, મુખ્યમંત્રી શિંદે મુંબઈથી દિલ્હી પહોંચ્યા, મોહન ભાગવતને મળ્યા ફડણવીસ

એક તરફ સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે તો બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સરસંઘચાલક મોહન ભાગવતને મળવા માટે નાગપુરમાં સંઘના મુખ્યાલય પહોંચ્યા છે. બંને વચ્ચે 45 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ, મુખ્યમંત્રી શિંદે મુંબઈથી દિલ્હી પહોંચ્યા, મોહન ભાગવતને મળ્યા ફડણવીસ
Devendra Fadnavis and Eknath Shinde (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 8:40 AM
Share

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ નાગપુરમાં RSS હેડક્વાર્ટર નાગપુર (RSS Headquarter Nagpur) પહોંચ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ સરસંઘચાલક મોહન ભાગવતને મળવા પહોંચ્યા. મોહન ભાગવત (Mohan Bhagwat) સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત પાછળનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે આ ચર્ચા 45 મિનિટ સુધી ચાલી હતી.

રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ઘણી મોટી રાજકીય ઘટનાઓ બની રહી છે. સોમવારે એકનાથ શિંદે જૂથની મહત્વની બેઠક મળી હતી. જેમાં શિવસેનાના 12 સાંસદોએ ઓનલાઈન માધ્યમથી ભાગ લીધો હતો. એટલે કે સ્પષ્ટપણે આ સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને છોડવાનો નિર્ણય લીધો છે. એક સાંસદે સ્પષ્ટ કર્યું કે તેઓ આવતીકાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર જાહેરાત કરવાના છે.

આ દરમિયાન 20મીએ શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ સુનાવણી દ્વારા શિંદે-ફડણવીસ સરકારનું ભવિષ્ય નક્કી થવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેબિનેટનું વિસ્તરણ થવાનું છે. આ ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે એક તરફ સીએમ એકનાથ શિંદે મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે, તો બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટર પહોંચ્યા અને સરસંઘચાલક મોહન ભાગવત સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી.

સીએમ શિંદે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળે તેવી શક્યતા

સીએમ શિંદે આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓને મળવાની સંભાવના છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં સીએમ શિંદેની સાથે 12 સાંસદો પણ હશે જેઓ આજે ઉદ્ધવ કેમ્પ છોડવાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. મંગળવારે (19 જુલાઈ) દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં આ સાંસદો ઉદ્ધવ કેમ્પ છોડવાની સત્તાવાર જાહેરાત કરશે. શિંદે જૂથે રાહુલ શેવાલેને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કર્યા છે અને ભાવના ગવલીને ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે તેઓ આ અંગેનો પત્ર લોકસભા અધ્યક્ષને સોંપવા જઈ રહ્યા છે.

નવી કારોબારીની રચના, રાઉતે તેને કોમેડીની પાર્ટ-2 સિઝન ગણાવી

આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં સોમવારે વધુ એક મોટી ઘટના બની છે. એકનાથ શિંદેએ મુંબઈની ટ્રાઈડેન્ટ હોટેલની બેઠકમાં શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીને બરખાસ્ત કરી અને નવી કાર્યકારિણીની રચના કરી. આ કાર્યકારિણીમાં એકનાથ શિંદેને મુખ્ય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. દીપક કેસરકરને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેનુ એટલું સમ્માન જાળવવામાં આવ્યું કે શિવસેના પક્ષ પ્રમુખના પદ સાથે છેડછાડ કરવામાં આવી ન હતી. જૂની કારોબારીના અન્ય તમામ હોદ્દેદારોની બદલી કરવામાં આવી હતી.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેને કોમેડી એક્સપ્રેસની સીઝન પાર્ટ 2 ગણાવી હતી. સંજય રાઉતના જણાવ્યા મુજબ, ભાગ 1 તે હતો કે, જે મુંબઈ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન થયું હતું અને શિંદે-ફડણવીસની ગેરબંધારણીય સરકાર રચાઈ હતી. પાર્ટ ટુ એ હશે જે દીલ્હીમાં રમવામાં આવશે. રાઉતના મતે શિંદેની પોતાની વિધાયિકી ખતરામાં છે. સુપ્રીમ કોર્ટ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ની અરજીઓ પર સુનાવણી કરતી વખતે, 20 જુલાઈએ તેમની વિધાનસભાને ગેરલાયક ઠેરવીને રદ કરી શકે છે, આવા બળવાખોર જૂથને બાળાસાહેબ ઠાકરેની પિતૃ શિવસેનાની કાર્યકારિણીને બરતરફ કરવાનો કોઈ અધિકાર નથી.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">