PM Modi Mumbai Visit: શિવસેના ભવનની સામેથી હટાવવામાં આવ્યા CM એકનાથ શિંદેના કટઆઉટસ, બંને જૂથની વચ્ચે તણાવ ન વધે તે માટે BMCએ લીધો નિર્ણય

|

Jan 18, 2023 | 4:10 PM

BMC તરફથી આ સુરક્ષાત્મક નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસના ઉત્સાહને લઈ શિંદે જૂથ અને ભાજપ તરફથી એક્શન મોડમાં તૈયારી ચાલી રહી છે. 1 લાખથી 1.50 લાખ લોકોની વચ્ચેની જનમેદની આવી શકે છે.

PM Modi Mumbai Visit: શિવસેના ભવનની સામેથી હટાવવામાં આવ્યા CM એકનાથ શિંદેના કટઆઉટસ, બંને જૂથની વચ્ચે તણાવ ન વધે તે માટે BMCએ લીધો નિર્ણય
Image Credit source: Twitter

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ મુંબઈનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે મુંબઈ મેટ્રોના 2A અને 7 રૂટના બીજા તબક્કા સહિત ઘણા વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનની મુલાકાત પહેલા દાદરના શિવસેના ભવન અને બાંદ્રા પૂર્વમાં કલાનગરમાં સ્થિત ઉદ્ઘવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર વડાપ્રધાન મોદી, સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના મોટા-મોટા કટઆઉટ્સ લગાવવામાં આવ્યા. તેને મુંબઈ મહાનગરપાલિકાએ હવે ઉતારવાનું શરૂ કરી દીધું છે. BMCએ શિવસેનાના બંને જૂથની વચ્ચે તણાવ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને આ કામ કર્યો છે.

BMC તરફથી આ સુરક્ષાત્મક નિર્ણય લેવામાં આવ્યો. વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસના ઉત્સાહને લઈ શિંદે જૂથ અને ભાજપ તરફથી એક્શન મોડમાં તૈયારી ચાલી રહી છે. 1 લાખથી 1.50 લાખ લોકોની વચ્ચેની જનમેદની આવી શકે છે. ત્યારે અતિ-ઉત્સાહમાં શિંદે અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓની વચ્ચે કોઈ વાદ-વિવાદ ના થાય, તેને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ આ કટઆઉટસ હટાવી દીધા. આ શિંદે જૂથ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Maharashtra : મહારાષ્ટ્ર વિધાનસભા ભવનમાં બાલાસાહેબ ઠાકરેનુ તૈલચિત્ર લગાવાશે, આમંત્રણ કાર્ડમાં ઉદ્ધવ ઠાકરેનુ નથી નામ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શિંદે જૂથ માટે મોટો ઝટકો

આ કટઆઉટ્સ સીધા જ શિવસેના ભવનની સામે લગાવવામાં આવવાથી કાયદા-વ્યવસ્થાની સમસ્યાનો સામનો કરવો પડી શકતો હતો. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આ કટઆઉટ્સ હટાવી દીધા. સુત્રો જણાવી રહ્યા છે કે રાજ્યમાં શિંદે સરકાર હોવા છતા તેમના કટઆઉટ્સને હટાવવામાં આવવા એક પ્રકારે શિંદે જૂથ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસની તૈયારીઓને અંતિમ રૂપ

બાંદ્રા કુર્લા કોમ્લેક્સમાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે અને તેમની સભાની તૈયારી છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી છે. સ્ટેજ પર 50 બાય 20 ફૂટની મોટી ભવ્ય એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. શિંદે જૂથના યુવા સેનાના પદાધિકારીઓને ભીડને કેવી રીતે નિયંત્રિત રાખવી, તે વિશે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. એકથી દોઢ લાખ લોકો જોડાય તેવી સંભાવનાઓને જોતા સભા સ્થળ પર મોટા પ્રમાણમાં ખુરશીઓ લગાવવામાં આવી છે. મેદાનમાં ચારેબાજુ શિંદે અને ફડણવીસ સરકાર તરફથી સમગ્ર માહોલ મોદીમય કરવામાં આવી રહ્યો છે.

Next Article