પુલવામા આતંકી હુમલા પર ફરી બોલ્યા વડાપ્રધાન, “આતંકના આકાઓ ગમે ત્યાં છૂપાયેલા હશે, શોધી શોધીને સજા આપીશું”, જુઓ VIDEO
મહારાષ્ટ્રના યવતમાલ શહેરમાં ઘણાં વિકાસ કાર્યક્રમોની આધારશિલા રાખવા યોજાયેલી રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક વાર ફરી પુલવામા હુમલાનો ઉલ્લેખ કરી દેશવાસીઓને ખાતરી આપી. તેમણે કહ્યું, “આતંકી સંગઠનોએ, આતંકના આકાઓએ જે ગુનાઓ કર્યા છે, તે લોકો છૂપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ તેમને સજા ચોક્કસપણે આપવામાં આવશે.” રેલીને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે આપણે […]
મહારાષ્ટ્રના યવતમાલ શહેરમાં ઘણાં વિકાસ કાર્યક્રમોની આધારશિલા રાખવા યોજાયેલી રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક વાર ફરી પુલવામા હુમલાનો ઉલ્લેખ કરી દેશવાસીઓને ખાતરી આપી.
તેમણે કહ્યું,
“આતંકી સંગઠનોએ, આતંકના આકાઓએ જે ગુનાઓ કર્યા છે, તે લોકો છૂપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ તેમને સજા ચોક્કસપણે આપવામાં આવશે.”
રેલીને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા સુરક્ષાબળોના પરાક્રમ પર ગર્વ અને વિશ્વાસ કરીએ છીએ. સૈનિકોમાં અને ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે, તે દેશ સમજી રહ્યો છે અને એટલે જ સુરક્ષાબળોને ખુલ્લી છૂટ અપાઈ છે.
તેમણે વધુમાં કહ્યું,
“મને ખબર છે કે આ સમયે આપણે સૌ કેવી વેદનામાંથી પસાર થઈ રહ્યાં છીએ. પુલવામામાં જે કંઈ પણ થયું, આતંકીઓની હરકતને લઈને તમારો આક્રોશ પણ હું સમજી શકું છું.”
વડાપ્રધાને કહ્યું કે મહારાષ્ટ્રના પણ 2 વીર સપૂતોએ દેશની સેવા કરતા કરતા પુલવામામાં પોતાના પ્રાણની આહુતિ આપી છે. જે પરિવારોએ પોતાના લાડલાને ખોયા છે, તેમની પીડા હું અનુભવી શકું છું. આપણા સૌની સંવેદના તેમની સાથે છે.
પાકિસ્તાન આતંકનું બીજું નામ
જુઓ VIDEO:
મહારાષ્ટ્રના યવતમાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે જનસંબોધન
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १५ फेब्रुवारी, २०१९
વડાપ્રધાને વધુમાં કહ્યું,
“ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલો એક દેશ, જ્યાં આતંકવાદને પાળવામાં આવે છે. આજે તેનું દેવાળું ફૂંકાઈ ગયું છે. તે આતંકનું બીજું નામ બની ગયો છે.”
સાથે તેમણે એમ પણ કહ્યું,
“દેશને ફરીથી ખાતરી અપાવું છું કે ધીરજ રાખો. આપણા જવાનો પર વિશ્વાસ રાખો. પુલવામાના ગુનેગારોને સજા કેવી રીતે અપાશે, ક્યાં, ક્યારે, કોણ અને કેવી રીતે સજા અપાશે એ બધું જ આપણાં જવાનો નક્કી કરશે.”
[yop_poll id=1479]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]