બોલો લ્યો! ચર્ચગેટ લોકલ પર લુડો ગેમને લઈને મુસાફરો વચ્ચે ઝપાઝપી; સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Feb 23, 2022 | 5:19 PM

આ ચોંકાવનારી ઘટના ભાયંદરથી ચર્ચગેટ લોકલમાં બની છે. ચર્ચગેટ લોકલ આજે સવારે 11.30 વાગ્યે ભાયંદરથી ઉપડી હતી. તે પછી મીરા રોડ અને દહિસર વચ્ચે લોકલ આવતાની સાથે જ બે મુસાફરો લુડો રમવાને લઈને ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા. આ ચર્ચા ધીમે ધીમે લડાઈમાં ફેરવાઈ ગઈ. આ સમયે, લોકલમાં હાજર અન્ય મુસાફરોએ તેમના મોબાઇલમાં આ લડાઈનો વિડીયો ઉતારી લીધો હતો.

બોલો લ્યો! ચર્ચગેટ લોકલ પર લુડો ગેમને લઈને મુસાફરો વચ્ચે ઝપાઝપી; સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Passengers clash in Churchgate local over ludo game

Follow us on

ચર્ચગેટ લોકલમાં  (Churchgate Local) આજે એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં લુડો (Ludo) રમવાના વિવાદને લઈને બે મુસાફરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દહિસર રેલવે પોલીસે તોફાનીઓની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. લડાઈ કરનારા લોકલમાં નિયમિત પ્રવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રમતને લઈને થયેલા વિવાદ પર લડાઈ

આ ચોંકાવનારી ઘટના ભાયંદરથી ચર્ચગેટ લોકલમાં બની છે. ચર્ચગેટ લોકલ આજે સવારે 11.30 વાગ્યે ભાયંદરથી ઉપડી હતી. તે પછી મીરા રોડ અને દહિસર વચ્ચે લોકલ આવતાની સાથે જ બે મુસાફરો લુડો રમવાને લઈને ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા. આ ચર્ચા ધીમે ધીમે લડાઈમાં ફેરવાઈ ગઈ. આ સમયે, લોકલમાં હાજર અન્ય મુસાફરોએ તેમના મોબાઇલમાં આ લડાઈનો વિડીયો ઉતારી લીધો હતો. ત્યારપછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દહિસર રેલવે પોલીસે બંને મુસાફરો વિરૂદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં જૂઓ, લોકલમાં થયેલી ઝપાઝપીનો વિડીયો

ઉસ્માનાબાદમાં પારધી સમુદાયના બે જૂથો વચ્ચે લડાઈ

ઉસ્માનાબાદમાં આજે તુલજાપુર તાલુકાના ચીવરી ખાતે પારધી સમુદાયના બે જૂથો સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. તેઓએ એકબીજા પર તલવાર, ચાકુ અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. ચીવરી ખાતે દેવી લક્ષ્મીની શોભાયાત્રામાં આ ઘટના બની છે. ઘાયલોની ઉસ્માનાબાદ જિલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યેવલામાં નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા

આ ઘટના સોમવારે યેવલા તાલુકાના કોટમગાંવ બુદ્રુક ખાતે બની હતી. બંને જૂથ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. તકરારનું સમાધાન કરવા ગયેલા કેટલાક લોકોએ લાકડાના ડંડા વડે માર મારતાં ઈજાઓ પહોંચી હતી. બે જૂથો વચ્ચે મારામારીના સંદર્ભમાં યેવલા શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આઠ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  Maharashtra:’નવાબ મલિક પર EDની કાર્યવાહીથી આશ્ચર્ય નથી થયું, મારી સાથે પણ દાઉદ ઈબ્રાહિમનું નામ જોડાયું હતું’, NCP સુપ્રીમો શરદ પવારની પ્રતિક્રિયા

Next Article