Parambir Singh Case: ચાંદીવાલ કમિશને પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ કાઢ્યુ વોરંટ, મહારાષ્ટ્ર DGPને પોહચાડવા આપી જવાબદારી

ચંડીવાલ તપાસ પંચ સમક્ષ પરમબીર સિંહ ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં હાજર થયા ન હતા. કમિશને આ અંગે સિંગ સામે કડક વલણ અપનાવ્યું હતું

Parambir Singh Case: ચાંદીવાલ કમિશને પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરૂદ્ધ કાઢ્યુ વોરંટ, મહારાષ્ટ્ર DGPને પોહચાડવા આપી જવાબદારી
former Commissioner of Police Parambir Singh (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 3:04 PM

Parambir Singh Case: મુંબઈ ચાંદીવાલ કમિશને (Mumbai Chandiwal Commission) મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (former commissioner Parambir Singh) વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. પંચ દ્વારા રૂ 50,000 નું જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. વળી, પંચે મહારાષ્ટ્રના ડીજીપી (DGP) ને આ વોરંટ આપવા માટે વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.

આ પહેલા પણ ચાંદીવાલ તપાસ પંચ સમક્ષ  પરમબીર સિંહ ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં હાજર થયા ન હતા. કમિશને આ અંગે સિંગ સામે કડક વલણ અપનાવ્યું હતું, કમિશને કહ્યું હતું કે જો સિંહ આગામી સુનાવણીમાં હાજર નહીં થાય તો તેમની સામે વોરંટ જારી કરવામાં આવશે.

પરમબીર સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડ વસૂલવાનો આરોપ લગાવ્યો હતો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે આ કેસમાં દાખલ અરજી પર સીબીઆઈ તપાસના નિર્દેશ પણ આપ્યા હતા. રાજ્ય સરકારે મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત જજ ચંડીવાલના નેતૃત્વમાં તપાસ પંચ દ્વારા આક્ષેપોની સમાંતર ન્યાયિક તપાસ શરૂ કરી છે. તપાસ પંચે સિંઘને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ED દેશમુખ સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગ, લાંચ અને અન્ય આરોપો પર નોંધાયેલા કેસમાં તપાસનો વિસ્તાર કર્યો છે, જે અંતર્ગત ED હવે ટૂંક સમયમાં તેની સાથે સંકળાયેલા કેટલાક વધુ લોકોની પૂછપરછ કરશે. ED દ્વારા કરવામાં આવી રહેલી તપાસ 100 કરોડના કથિત લાંચ અને ખંડણીના કૌભાંડ સાથે સંબંધિત છે, જેના કારણે દેશમુખે એપ્રિલમાં મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

ED એ ગયા મહિને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબને પણ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ તેમની સત્તાવાર પ્રતિબદ્ધતાઓને ટાંકીને દેખાયા ન હતા. 56 વર્ષીય પરબ, જે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી પણ છે, તેમણે એજન્સી સમક્ષ હાજર થવા માટે પખવાડિયાનો સમય માંગ્યો હોવાનું માનવામાં આવે છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">