મહારાષ્ટ્રમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 લોકોએ જીવ ગુમાવ્યો

|

Mar 17, 2021 | 9:43 PM

મહારાષ્ટ્રમાં Coronaના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સાંજના આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23,179 લોકોને કોરોના થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 લોકોએ જીવ ગુમાવ્યો

Follow us on

મહારાષ્ટ્રમાં Coronaના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સાંજના આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23,179 લોકોને કોરોના થયો છે. જ્યારે 84 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,70,507 લોકોને કોરોના થયો છે અને તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે. જ્યારે કુલ 53,080 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 1,52,760 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં એક દિવસમાં કોવિડ -19ના નવા 28,903 કેસ નોંધાયા છે, જેમાં 71.10 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના છે. મંત્રાલયે કહ્યું કે નવા કેસોમાંથી ફક્ત મહારાષ્ટ્રમાં 61.18 ટકા કેસ છે. પીએમ મોદીએ આજે ​​Coronaના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો થયો છે, જ્યારે દેશના 70 જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં સકારાત્મક કેસોના દરમાં 150 ટકાનો વધારો થયો છે.

 

 

તેમણે કહ્યું, ‘જો આપણે અહીં આ વધતી જતી Corona મહામારીને રોકીશું નહીં તો દેશવ્યાપી ગંભીર સ્થિતિ સર્જી શકે છે. આપણે Coronaની વધતી બીજી લહેરને રોકવી પડશે. તેની માટે આપણે ઝડપી અને નિર્ણાયક પગલા ભરવા પડશે. પીએમ મોદીએ કહ્યું કે આપણે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતે લોકોએ હિંમતથી કામ કરવું પડશે.

 

આ પણ વાંચો: Surat: કોરોના સંક્રમણ વધવાના કારણે મનપા આવ્યું હરકતમાં તમામ દુકાનો બંધ કરાવી

Next Article