નવાબ મલિકનો વધુ એક ઘટસ્ફોટ! સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વી.વી. સિંહ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ, કર્યો આ દાવો

નવાબ મલિકનો વધુ એક ઘટસ્ફોટ! સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વી.વી. સિંહ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ, કર્યો આ દાવો
One more revelation of Nawab Malik!

નવાબ મલિકે વધુ એક ખુલાસો કર્યો છે. તેણે આર્યન ખાન કેસ સાથે સંબંધિત વ્યક્તિનો ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે તે સેમ ડિસોઝા નથી. તેના બદલે તે સેનવિલે સ્ટેનલી ડિસોઝા છે

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Nov 07, 2021 | 8:46 AM

Nawab malik: નવાબ મલિકે વધુ એક ખુલાસો કર્યો છે. તેણે આર્યન ખાન કેસ સાથે સંબંધિત વ્યક્તિનો ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે તે સેમ ડિસોઝા નથી. તેના બદલે તે સેનવિલે સ્ટેનલી ડિસોઝા છે. મલિકે સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વીવી સિંહ વચ્ચેનો ઓડિયો પણ બહાર પાડ્યો છે. 

ઓડિયોમાં સાંભળી શકાય છે કે સેનવિલ પોતાનો પરિચય NCB ઓફિસર વીવી સિંહ સાથે કરાવે છે અને કહે છે કે તે સેનવિલ બોલી રહ્યો છે. તેના પર NCB અધિકારી કહે છે કે સેનવિલે કોણ છે? આના પર સેનવિલે કહે છે કે તમે ઘરે નોટિસ આપી હતી, મને ખબર પડી. નોટિસ વિશે વાત કરવા પર, વી.વી. સિંહને યાદ આવે છે, તે કહે છે કે સારું… સારું… સેનવિલ…  સેનવિલ કબ આ રહા તુ. આના પર સેનવિલે જવાબ આપ્યો કે હું હજી મુંબઈ પહોંચ્યો નથી, મારી તબિયત પણ ઠીક નથી. 

આ પછી અધિકારી પૂછે છે કે તમે ફરી ક્યારે આવો છો. તો સેનવિલે જવાબ આપ્યો કે હું સોમવારે આવું છું સર. તેના પર અધિકારી જવાબ આપે છે કે સોમવારે નહીં બુધવારે આવ,  હું સોમવારે નથી અને મારો આ ફોન લઈ આવ, મારે કોઈ કાર્યવાહી નથી જોઈતી. મારી પાસે તમારો IMEI નંબર તૈયાર છે. હું તમને ચેતવણી આપું છું. સેનવીલે આના પર કહ્યું છે કે હું આવું કોઈ કામ નહીં કરું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati