AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Drug Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સત્તાવાર ધરપકડ, ક્રૂઝ પર કરી હતી રેવ પાર્ટી

NCB ટીમે ક્રૂઝ પર ડ્રગ પાર્ટી કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. NCB ની ટીમે આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

Mumbai Drug Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સત્તાવાર ધરપકડ, ક્રૂઝ પર કરી હતી રેવ પાર્ટી
Aryan Khan Drugs Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:43 PM
Share

NCB ટીમે ક્રૂઝ પર ડ્રગ પાર્ટી કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. NCB ની ટીમે આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આર્યન ખાનને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે. ડ્રગ પાર્ટી કરવા બદલ 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામ આઠ આરોપીઓ પાસેથી ચરસ, એમડીએમએ, એમડી અને કોકેન સહિતના અન્ય ડ્રગ મળી આવ્યા હતા.

હવે પકડાયેલા આરોપીઓની મેડીકલ તપાસ કરવામાં આવશે. તેમને મેડીકલ તપાસ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તપાસ બાદ તેમને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં તેમના પોલીસ રિમાન્ડ માંગી શકાય છે. જોકે, આ રિમાન્ડ કેટલા દિવસનો રહેશે, તે તો કોર્ટમાં આરોપીઓને હાજર કર્યા બાદ જ સ્પષ્ટ થશે. NCB આરોપીની પૂછપરછ માટે કોર્ટ પાસેથી ઓછામાં ઓછા ત્રણ દિવસના રિમાન્ડ માંગી શકે છે.

આર્યન ખાનનો મોબાઈલ જપ્ત

NCB એ આર્યન ખાનનો મોબાઈલ તેની ધરપકડ સાથે જપ્ત કર્યો છે. તેની ચેટની તપાસ શરૂ થઈ ગઈ છે. આ પહેલા આર્યનની એનસીબી દ્વારા 12 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આર્યન ખાન, મુનમુન ભનેજા અને અરબાઝ મર્ચંટ સહિત ચાર લોકોની મેડીકલ તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટમાં હાજર થયા બાદ ખબર પડશે કે આર્યન ખાન સહિત તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે કે પછી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.

મુંબઈથી ગોવા જનારા ક્રૂઝમાં રેવ પાર્ટી હતી

તમને જણાવી દઈએ કે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. કોર્ડેલિયા ધ ઈમ્પ્રેસ (Cordelia the Impress)  નામની ક્રૂઝમાં ચાલી રહેલી આ રેવ પાર્ટીમાં ડ્રગ્સ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર-રવિવારે રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ પર દરોડા પાડ્યા અને 10 લોકોની પૂછપરછ શરૂ કરી. આ પછી NCB એ 8 લોકોની અટકાયત કરી હતી. સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. લાંબી પૂછપરછ બાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે.  NCB આર્યનના જવાબથી સંતુષ્ટ ન હતી.

આ પણ વાંચો :  Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">