AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય, જેલમાં જલસા! હવે જેલમાં કેદીઓને મળશે એવા મિષ્ઠાન અને પકવાન જે તમે પણ નહીં ખાતા હોવ, જાણો

મહારાષ્ટ્રની જેલની કેન્ટીનમાં હવે મિષ્ઠાન અને પકવાન સહીત ઘણી પ્રોડક્ટ્સ પણ મળશે. જેની તાજેતરમાં જાહેરાત કરવામાં અવી, તેમજ વસ્તુઓનું લીસ્ટ પણ આપવામાં આવ્યું.

ના હોય, જેલમાં જલસા! હવે જેલમાં કેદીઓને મળશે એવા મિષ્ઠાન અને પકવાન જે તમે પણ નહીં ખાતા હોવ, જાણો
Now prisoners will get chicken, mutton and 30 types of sweets in jails of Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 1:04 PM
Share

જેલનું નામ સાંભળીને તમારી નજર સમક્ષ ફિલ્મોના સીન આવી જાય. અને જ્યારે જેલના ભોજનની વાત આવે તો તમને એ જ ફિલ્મોમાં બતાવવામાં આવતી પાણી જેવી દાળ અને બળેલી રોટલી જ યાદ આવે. પરંતુ તમને ખબર પડે કે જેલમાં તો ખરેખર એવું જમવાનું નહીં પરંતુ ચિકન, મટન અને તમામ પ્રકારની મીઠાઈઓ મળી રહી છે તો?

આશ્ચર્ય ન કરો. આ વાત સાચી થવા જઈ રહી છે મહારાષ્ટ્રના કેદીઓ માટે. હવે તેમને સજા એ સજા નહીં પરંતુ મજા લાગશે. કારણ કે હવે તેઓ જેલની કેન્ટીનમાં ચિકન, મટન અને તમામ પ્રકારની મીઠાઈ ખાશે. મહારાષ્ટ્રની જેલોમાં હવે કેદીઓને આ બધી ચીજો ખાવા મળશે.

મહારષ્ટ્રના એડિશનલ DGP (જેલ) સુનીલ રામાનંદે આ સંબંધમાં મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી. તેમને જણાવ્યું કે મૂળભૂત ખાદ્ય ચીજોની સાથે આ સ્વાદિષ્ટ વસ્તુઓ પણ કેદીઓની કેન્ટિન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવી કુલ 30 સ્વાદિષ્ટ વસ્તુઓ હવે કેન્ટીનમાં મળશે. સુનીલ રામાનંદે તે વાનગીઓની સૂચિ સાર્વજનિક કરી હતી.

જાણો વસ્તુઓનું લીસ્ટ

તેમણે આપેલી લીસ્ટમાં નામ છે મીઠાઈઓ, બેકરીની વસ્તુઓ, ડ્રાયફ્રૂટ, મોસમી ફળો, દહીં, પનીર, લસ્સી, શરબત, માંસાહારી વસ્તુઓ, કચોરી, ચિકન, મટન, શીરો, લાડવા, શકરપાલા, ચકલી, કરંજી, શ્રીખંડ, મઠો, સેવ, પાપડી, અથાણું, સમોસા, ચ્યવનપ્રાશ, મૈસોરપાક, જલેબી, પેંડા, ચા, કોફી, ફેસ બોશ, હળદર ક્રીમ, એનર્જી બાર, ગ્લુકોન ડી, સાબુ, અગરબત્તી, બૂટ પોલિશ, ગ્રીટિંગ કાર્ડ, મિક્સ વેજ, ઇંડા કરી, વડા પાવ, મકાઈ ફ્લેક્સ, બોર્નવિટા, ચોકલેટ, બાફેલા ઇંડા, પનીર મસાલા, પુરણ પોલી, આમલા કેન્ડી, મુરબ્બો, ગુલાબ જામુન, કેરી, જામફળ, બદામ શેક, છાશ, દૂધ, ગોળ, ગાયનું શુદ્ધ ઘી, માખણ, ખીચડી, લાડુ, બેસન લાડુ, આલુ ભજીયા.

કેવી રીતે કેદીઓ લઇ શકશે આ વસ્તુઓ?

તમને ખ્યાલ હોય તો કેદીઓ પાસેથી જેલમાં કામ કરાવવામાં આવે છે. તેના બદલામાં તેમને ચૂકવણી પણ કરવામાં આવે છે. આ રકમનો ઉપયોગ કરીને તેઓ કેન્ટીનથી ચીઝ્વસ્તુઓ ખરીદી શકશે. આ સિવાય કેદીઓને ઘરેથી રકમ મોકલવાની અનુમતિ છે. તે રકમથી પણ તેઓ ખરીદી શકશે આ બધી વસ્તુઓ.

આ પણ વાંચો: ભારતમાં ધૂમ વેચાય છે આ ફૂડ પ્રોડક્ટ્સ, જે વિદેશમાં છે ‘BAN’! તમે પણ રોજ ખાતા હશો, જાણો

આ પણ વાંચો: BSF : પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન IG સોનાલી મિશ્રાના હાથમાં, પદ્દ સંભાળનારી પ્રથમ મહિલા અધિકારી બનશે

g clip-path="url(#clip0_868_265)">