AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: સ્વામી પ્રસાદ મૌર્યના ઝટકા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 13 ધારાસભ્યો SP માં જોડાશે

ઉત્તર પ્રદેશના મોટા નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maury) મંગળવારે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાયા હતા.

UP Election 2022: સ્વામી પ્રસાદ મૌર્યના ઝટકા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 13 ધારાસભ્યો SP માં જોડાશે
Sharad Pawar - Nationalist Congress Party
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:45 PM
Share

ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh Assembly Election) રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યના મોટા નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maury) મંગળવારે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાયા હતા. તેમની સાથે બીજેપીના વધુ ત્રણ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે

માનવામાં આવે છે કે આ ત્રણેય પણ સમાજવાદી પાર્ટીમાં જોડાશે. મૌર્યનું કહેવું છે કે એક ડઝન ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ પણ ભાજપ છોડી શકે છે. મૌર્યના નિવેદનના થોડા સમય પછી, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને (Sharad Pawar) આ વિષય પર પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે તે જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો. પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે.

તેમનું કહેવું છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એનસીપીના વડા શરદ પવાર પહેલા, મૌર્યએ પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે એક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપ છોડી શકે છે.

ભાજપના કોર ગ્રુપની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી

મળતી માહિતી મુજબ દિલ્હીમાં બીજેપી કોર ગ્રુપની બેઠકમાં સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે વાતચીત કરવાની જવાબદારી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સોંપી હતી. સાથે જ કેશવ પ્રસાદ મૌર્યએ પણ સ્વામી પ્રસાદ મૌર્ય સાથે વાતચીત શરૂ કરી છે.

ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થાય છે: કેશવ પ્રસાદ મૌર્ય

સ્વામી પ્રસાદ મૌર્ય બીજેપી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મને ખબર નથી કે આદરણીય સ્વામી પ્રસાદ મૌર્યજીએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે. ટ્વીટમાં કેશવ પ્રસાદ મૌર્યએ આગળ અપીલ કરતા કહ્યું કે, “તેમને (સ્વામી પ્રસાદ મૌર્ય) અપીલ છે કે બેસીને વાત કરો, ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.”

આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે સામેલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">