Nawab Malik vs Sameer Wankhede: નવાબ માલિકે સમીર વાનખેડે પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પાર્ટીમાં એક ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા પણ હતો હાજર
આર્યન ખાન ડ્રગ કેસ મામલે નવાબ માલિકે મીડિયાને સંબોધતા સમીર વાનખેડે પર આકરા પ્રહારો કર્યા
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે અને તેણે વચન આપ્યું છે કે સમીર વાનખેડે તેની નોકરી ગુમાવશે. એટલું જ નહીં, તેમણે જાહેરાત કરી હતી કે જો તેમના દ્વારા રજૂ કરાયેલા કોઈપણ દસ્તાવેજો નકલી હોવાનું જણાશે તો તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે.
નવાબ મલિકે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં ગઈ કાલે જે લેટર બતાવ્યો તે ડીજી એનસીબીને મોકલવામાં આવ્યો હતો. નિયમ એવો છે કે ફરિયાદીનું નામ હોય તો જ તેને તપાસનો વિષય બનાવી શકાય છે. અમે પણ આ સમજીએ છીએ. વાનખેડેના ડ્રાઈવર સમીર વાનખેડે, ગોસાવી, પ્રભાકરના સીડીઆર કાઢો.
NCP નેતા નવાબ મલિકે કહ્યું કે સારા અલીને બોલાવવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી નથી, શ્રદ્ધા કપૂરને બોલાવવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી નથી, જે લોકોને બોલાવવામાં આવ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી નથી. માલદીવ પ્રવાસ તપાસો. તે સમયે કયા અભિનેતા અને અભિનેત્રીઓ માલદીવમાં હતા ? એવું કહેવામાં આવી રહ્યું છે કે નવાબ મલિક ક્રૂઝના કેસને વાળવા માટે આવું કરી રહ્યા છે.
તે કહે છે કે જે ખોટું છે તે બહાર લાવવાનો મારો એકમાત્ર હેતુ છે. ફેશન ટીવીએ ક્રુઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. તે પાર્ટીમાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા હતો. તેની એક પ્રેમિકા પણ બંદૂક સાથે ડ્રગ્સ પાર્ટીમાં હતી. NCBએ દાઢી વાળા પર પણ ધ્યાન આપે. આંતરરાષ્ટ્રીય માફિયાઓને છોડી દેવમાં આવ્યા હતા. નવાબ મલિક આક્ષેપ કરતાં કહે છે કે ‘વાનખેડે સાહેબની દાઢીવાળાની સાથે પણ મિત્રતા છે. ગોવામાં પણ તેનું રેકેટ છે. ક્રુઝના CCTV, ડાન્સના CCTV જુઓ. તે ક્રૂઝમાં એક મોટો માફિયા હતો. રમત તો હતી જ, રમતના ખેલાડી ક્યાં ગયા?’
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જો કોઈને બનાવટી દસ્તાવેજોના આધારે નોકરી મળે છે તો બે વર્ષથી સાત વર્ષની સજા છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ધર્મ બદલી શકે છે. પરંતુ કાયદો કહે છે કે જે વ્યક્તિ અનુસૂચિત જાતિની છે. જો તે પોતાનો ધર્મ બદલી નાખે તો તેને અનામતનો લાભ મળતો નથી.
નવાબ મલિકે સમીર વાનખેડેના પ્રથમ લગ્નની તસવીર શેર કરી અને એક પ્રેમી યુગલની તસવીર લખી…સમીર દાઉદ વાનખેડે અને ડૉ. શબાના કુરેશી. સમીર દાઉદ વાનખેડે અને સબના કુરેશીના લગ્ન ગુરુવાર, 7 ડિસેમ્બર, 2006ના રોજ રાત્રે 8 વાગ્યે, લોખંડ વાલા કોમ્પ્લેક્સ, અંધેરી (વેસ્ટ), મુંબઈમાં થયા. મહેરની રકમ 33000 રૂપિયા હતી. સાક્ષી નંબર 2 અઝીઝ ખાન સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસ્મીન દાઉદ વાનખેડેનો પતિ હતો.
Photo of a Sweet Couple Sameer Dawood Wankhede and Dr. Shabana Qureshi pic.twitter.com/kcWAHgagQy
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 27, 2021
મુંબઈ પોલીસ (Mumbai Police) હવે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક (Nawab Malik) દ્વારા NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છ ફરિયાદોમાંથી ચારમાં વાનખેડે અથવા NCB અધિકારીઓ સામે આરોપો છે.
જ્યારે બે ફરિયાદોમાં એનસીપી નેતા નવાબ મલિક પર સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કરવાનો અને નીચલી કોર્ટના જજ અને વાનખેડેને ધમકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ
આ પણ વાંચો: Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર