નવાબ, ફડણવીસની લડાઈ વચ્ચે નિલોફરની એન્ટ્રી ! મલિકની પુત્રી નિલોફરે દેવેન્દ્ર ફડણવીસને મોકલી કાનુની નોટિસ

નવાબ મલિકની પુત્રી નીલોફરે દેવેન્દ્ર ફડણવીસને નોટિસ મોકલીને જણાવ્યુ કે જો તે માફી નહીં માંગે તો તેમની સામે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.

નવાબ, ફડણવીસની લડાઈ વચ્ચે નિલોફરની એન્ટ્રી ! મલિકની પુત્રી નિલોફરે દેવેન્દ્ર ફડણવીસને મોકલી કાનુની નોટિસ
nawab malik daughter sent defamation notice to fadnavis
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 11, 2021 | 1:47 PM

Maharashtra : મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની પુત્રી નિલોફર મલિક ખાને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને માનહાનિ અને ખોટા આરોપ માટે નોટિસ મોકલી છે. નિલોફરે દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadanvis)  માફી માંગવા કહ્યું છે અને જો દેવેન્દ્ર ફડણવીસ માફી નહીં માંગે તો તેમની સામે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવાની વાત તેણે કરી છે. તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકના જમાઈના ઘરેથી ડ્રગ્સ મળવાની વાત કરી હતી. જેના કારણે આ માનહાનિની ​​નોટિસ મોકલવામાં આવી છે.

નિલોફર મલિક ખાને ફડણવીસને કાનૂની નોટિસ મોકલી

ઉલ્લેખનીય છે કે, નવાબ મલિકના જમાઈ સમીર ખાનની (Sameer Khan) અગાઉ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સમીર ખાને પોતાના એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનને કારણે તેમને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો અને સાથે જ તેમને આર્થિક નુકસાન પણ થયું છે. આ પછી જ નિલોફર મલિક ખાને ફડણવીસને કાનૂની નોટિસ મોકલી છે.

ચાર્જશીટમાં ફડણવીસના એક પણ દાવાને સમર્થન આપવા માટે કંઈ નથી

નવાબ મલિક અને નિલોફર મલિકે આ લીગલ નોટિસની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ નકલ અનુસાર ફડણવીસે સમીર ખાન પર ડ્રગ્સ રાખવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કેસની તપાસ હજુ ચાલુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં (Charge Sheet)ફડણવીસના એક પણ દાવાને સમર્થન આપવા માટે કંઈ નથી.

14 જાન્યુઆરી, 2021ના રોજ દાખલ કરાયેલ પંચનામા સ્પષ્ટપણે જણાવે છે કે અમારા ઘરની તલાશી લેવામાં આવી હતી અને ઘરમા કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી, પરંતુ તમને આવા ખોટા અને પાયાવિહોણા અહેવાલો કયા સ્ત્રોતમાંથી મળ્યા ?

દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિક બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે

તમને જણાવી દઈએ કે આ નોટિસ એવા સમયે મોકલવામાં આવી છે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિક બંને એકબીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. નવાબ મલિકે(Nawab Malik)  ફડણવીસ પર નકલી ચલણના ધંધાને સમર્થન આપવાનો આરોપ મૂક્યો છે, ત્યારે ફડણવીસે દાવો કર્યો છે કે મલિક અને તેનો પરિવાર શંકાસ્પદ જમીન સોદામાં સામેલ છે.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

આ પણ વાંચો: મેડિકલ સ્ટાફની બેદરકારીએ 11 દર્દીનો જીવ લીધો, અહેમદનગર સિવિલ હોસ્પિટલ અગ્નિકાંડ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati